મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થતા 77 વર્ષે થયું વિક્રમ ગોખલેનું અવસાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-26 16:18:11

બોલિવુડના પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું આજે નિધન થઈ ગયું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા. છેલ્લા 15 દિવસથી તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલમાં તેઓ લાઈફ સપોટિંગ સિસ્ટમ પર હતા. જીવન અને મરણ વચ્ચે તેઓ છેલ્લા અનેક દિવસથી જંગ લડી રહ્યા હતા અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.

  

બોલિવુડ ઈન્ડસ્ટ્રીને વધુ એક ફટકો પડ્યો છે. તેમના નિધનના સમાચારથી બોલિવુડ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અંદાજીત 150 દિવસથી તેઓ પુણેની દિનનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન મલ્ટીપલ ઓર્ગન ફેલીયર થવાને કારણે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. અનેક દિવસોથી તેમની તબિયત બગડી રહી હતી. અને 77 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. બોલિવુડની ફિલ્મ જેવી કે અગ્નિપથ, હમ દિલ દે ચૂકે સનમ, ભુલ ભુલૈયા, હિચકી જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.        



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..