ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળી હિંસા! સમર્થકોએ લાહોરમાં ગવર્નરનું ઘર સળગાવ્યું તો રાવલપિંડી આર્મી હેડક્વાર્ટરમાં કરી તોડફોડ! ઈન્ટરનેટ સેવા કરી બંધ!


  • Published By :
  • Published Date : 2023-05-10 10:58:30

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ ગઈકાલે થઈ ગઈ હતી. ઈમરાન ખાનની ધરપકદ બાદ પાકિસ્તાનમાં હિંસા ભડકી ઉઠી હતી. ધરપકડના આટલા કલાકો વિત્યા બાદ પણ પાકિસ્તાનમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. પેશાવર, ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં હિંસા વધારે ફાટી નિકળી છે. પીટીઆઈના સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. ઉપરાંત આગ પણ લગાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ હિંસાને કારણે 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. હિંસા વધતા ધારા 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળી હિંસા!  

મંગળવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પાક રેન્જર્સ દ્વારા કરવામાં આવી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર જ ઈમરાન ખાનની ધરપકડ કરાઈ હતી. ઈમરાન ખાનની ધરપકડ થયા બાદ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નિકળી હતી. પીટીઆઈના કાર્યકર્તાઓ દ્વારા ગઈકાલે મોડી રાત્રે રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ કરવામાં આવી હતી. તે ઉપરાંત લાહોરના ગવર્નર હાઉસમાં પણ તોડફોડ કરી હતી. ત્યારે આ મામલો આટલા કલાકો વિત્યા પછી પણ હિંસા શાંત થઈ નથી. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર ઈમરાન ખાન આગામી ચાર પાંચ દિવસ એનએબીના કસ્ટડીમાં રહેશે. 

પીટીઆઈના કાર્યકરોએ કરાચીમાં અર્ધલશ્કરી ચેકપોસ્ટને આગ લગાડી.

પેશાવરમાં પણ પીટીઆઈના કાર્યકરો સતત પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ આગચંપીના સમાચાર મળ્યા છે.

વધતી હિંસાને જોતા ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ!

ઈમરાન ખાન મની લોન્ડરિંગ સહિતના કેસને લઈ જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા તે સમયે તેમની ધરપકડ કરવામાં કરવામાં આવી હતી. અનેક આર્મી ઓફિશિયલના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તે સિવાય લાહોરમાં પણ હિંસા ફાટી નિકળી હતી. ત્યારે વધતી હિંસાને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. તે ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પેશાવરમાં 30 દિવસો સુધી ધારા 144 લાગુ કરવામાં આવી છે. આ ઘટનાને લઈ ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે 5 ઓફિસરો ઘાયલ થયા છે. ઉપરાંત 43 જેટલા પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.          

લાહોરમાં પણ કાર્યકરો પોલીસ વાન પર સતત હુમલા કરી રહ્યા છે.


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.