મહારાષ્ટ્રના બે જિલ્લા કોલ્હાપુર અને અહેમદનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, શા માટે તંગદિલી સર્જાઈ?


  • Published By :
  • Published Date : 2023-06-07 20:11:21

મુઘલ બાદશાહ ઔરંગઝેબના સમર્થનમાં કરાયેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે મહારાષ્ટ્રના બે શહેરો કોલ્હાપુર અને અહેમદનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. આ પોસ્ટના વિરોધમાં બંને શહેરોમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા.પોલીસે ભીડને નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગ પણ કર્યો હતો.


સમગ્ર વિવાદ શું છે?


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મંગળવારે કેટલાક યુવકોએ સોશિયલ મીડિયા પર ઔરંગઝેબના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી. બુધવારે તેના વિરોધમાં પ્રદર્શન થયું હતું આ દરમિયાન પોલીસ અને વિરોધ પ્રદર્શકો વચ્ચે સંઘર્ષ પણ થયો હતો. કેટલાક સંગઠનોએ કોલ્હાપુર બંધની ઘોષણા કરી હતી. આ સંગઠનના સભ્યો બુધવારે શિવાજી ચોક ખાતે એકઠા થયા હતા. તેમનું પ્રદર્શન થયા બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે 21 લોકોને અટકાયતમાં લીધા છે. તે જ પ્રકારે મંગળવારે અહેમદ નગરમાં પણ પથ્થરમારો થયો હતો જેના કારણે બે લોકો ઘાયલ થયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યા પોલીસ તૈનાત કરવામાં આવી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.