કિંગ કોહલીની 47મી સદી, એશિયા કપમાં ભાગીદારીનો રેકોર્ડ, રાહુલ અને વિરાટે સર્જ્યા આ શાનદાર કીર્તિમાન


  • Published By :
  • Published Date : 2023-09-11 20:57:34

એશિયા કપ 2023ની સુપર 4 મેચના રિઝર્વ ડે પર પાકિસ્તાનની ટીમ ભારત સામે કોઈ વિકેટ લઈ શકી ન હતી. અણનમ બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. આ સાથે ભારતીય ટીમે 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ભારતનો સ્કોર 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન હતો. રિઝર્વ ડે પર, બંને બેટ્સમેનોએ ધીમી શરૂઆત કરી હતી. પરંતુ જ્યારે તક મળી ત્યારે તેમણે બાઉન્ડ્રી ફટકારી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, ચાલો તે કીર્તિમાન અંગે જણાવીએ.


એશિયા કપની સૌથી મોટી ભાગીદારી


વિરાટ કોહલી અને કેએલ રાહુલે 233 રનની ભાગીદારી કરી હતી. એશિયા કપના ઈતિહાસમાં કોઈ પણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. અગાઉ 2012માં પાકિસ્તાની બેટ્સમેનોએ ભારત સામે જ 224 રન બનાવ્યા હતા.


પાકિસ્તાન સામે સૌથી મોટી ભાગીદારી


ભારત માટે પણ પાકિસ્તાન સામેની વનડેમાં આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ નવજોત સિંહ સિદ્ધુ અને સચિન તેંડુલકરના નામે હતો. બંનેએ 1996માં 231 રન જોડ્યા હતા.


રાહુલની છઠ્ઠી સદી


વનડે ક્રિકેટમાં KL રાહુલની આ છઠ્ઠી સદી છે. આ તેની બીજી સૌથી મોટી ઇનિંગ પણ છે. રાહુલે 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 111 રનની ઇનિંગ રમી હતી.


ત્રીજી વખત 3 અને 4 નંબરની સદી


ભારત માટે વનડેમાં ત્રીજી વખત નંબર 3 અને નંબર 4 પર આવતા બેટ્સમેનોએ સદી ફટકારી છે. 1999માં દ્રવિડ અને સચિને કેન્યા સામે સદી ફટકારી હતી અને 2009માં વિરાટ અને ગંભીરે 3 અને 4 નંબર પર રમતા શ્રીલંકા સામે સદી ફટકારી હતી.


કોહલીની 47મી ODI સદી


વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાની 47મી સદી પૂરી કરી છે. તે હવે મહાન સચિન તેંડુલકર કરતાં માત્ર બે સદી પાછળ છે. સચિને વન ડેમાં સૌથી વધુ 49 સદી ફટકારી છે.


વિરાટે કોલંબોમાં સતત 4 સદી ફટકારી 


વિરાટ કોહલીએ કોલંબોના આર પ્રેસદાસા સ્ટેડિયમમાં સતત ચોથી સદી ફટકારી છે. અહીં વનડેમાં કોહલીની એવરેજ 128.2 થઈ ગઈ છે.


પાકિસ્તાન સામે સર્વોચ્ચ સ્કોર


ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડેમાં આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા પણ ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 2005માં આ સિદ્ધિ મેળવી હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .