વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી, ODI ક્રિકેટમાં 13 હજાર રન, સચિનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-11 20:18:00

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ એશિયા કપના સુપર-4માં પાકિસ્તાની બોલરની જબરદસ્ત ધુલાઈ કરી છે.  વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 47મી સદી છે. કોહલી ઇનિંગ્સના અંત સુધી અણનમ રહ્યો અને તેણે 122 રનની ઇનિંગ રમી હતી. 94 બોલનો સામનો કરતા તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા.


સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો


આ ઈનિંગ દરમિયાન કોહલી વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો. કોહલીએ આ મામલે ભારતના જ માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા. જ્યારે વિરાટે આ સિદ્ધિ મેળવવા માટે માત્ર 267 ઇનિંગ્સ લીધી હતી.


વન ડે ક્રિકેટમાં 13 હજાર રન 


વન ડે ક્રિકેટમાં પોતાની 47મી સદી સાથે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 13 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. વિરાટ કોહલીએ પોતાની 278મી ODI મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી ODIમાં 13 હજાર રન બનાવનાર 5મો બેટ્સમેન પણ બની ગયો છે. વિરાટ કોહલીથી આગળ ભારતના સચિન તેંડુલકર (18426), કુમાર સંગાકારા (14234), રિકી પોન્ટિંગ (13704) અને સનથ જયસૂર્યા (13430) છે.


પ્રેમદાસા મેદાન પર કોહલીની ચોથી સદી


આટલું જ નહીં વિરાટ કોહલીએ કોલંબોના પ્રેમદાસા મેદાન પર સતત ચોથી સદી ફટકારવાની સિદ્ધિ પણ મેળવી હતી. આ મામલે કોહલીએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન હાશિમ અમલાની બરાબરી કરી લીધી છે. તેણે સેન્ચુરિયન મેદાન પર વનડેમાં ચાર સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.



ગુજરાતમાં આજે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. તાપમાનનો પારો આજે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે.

ગુજરાતની 25 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.. પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. વધારે મતદાન કરવા માટે તેમણે જનતાને અપીલ કરી છે.

ગુજરાત સહિત 11 રાજ્યોમાં આજે મતદાન થવાનું છે.. આજે 93 બેઠકોના મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. પીએમ મોદી, અમિત શાહ, આનંદી બેન પટેલ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. રાણીપની નિશાન સ્કૂલમાં પીએમ મોદી મતદાન કરવાના છે..