કર્ણાટકમાં 224 સીટો માટે શરૂ થયું મતદાન! કેન્દ્રીય નાણામંત્રી સહિત અનેક નેતાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ! હજી સુધી આટલા ટકા થયું મતદાન


  • Published By :
  • Published Date : 2023-05-10 12:57:31

કર્ણાટકમાં 224 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. સવારના સાત વાગ્યાથી મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. 224 સીટ માટે 2614 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વોટિંગ કરવા માટે વહેલી સવારથી મતદાતાઓ પહોંચી રહ્યા છે. વોટિંગ માટે સેલિબ્રિટી તેમજ નેતાઓ મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે. સવારના 11 વાગ્યા સુધી 21 ટકા મતદાન થયું છે.

 

  

અનેક દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન! 

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ પણ મતદાન કર્યું હતું. મતદાન કેન્દ્ર પર પહોંચતા પહેલા તેમણે મંદિરમાં દર્શન કર્યા હતા. તે સિવાય હાલના મુખ્યમંત્રીએ પણ મતદાન કરતા પહેલા ભગવાનના દર્શન કર્યા હતા. અભિનેતા પ્રકાશ રાજે શાંતિનગર સ્થિત મતદાન કેન્દ્રમાં વોટ કર્યો હતો.  તે સિવાય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે પણ બેંગલુરૂના વિજયનગર પોલિંગ બૂથ પર વોટિંગ કર્યું છે. મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં દરેક પાર્ટીએ પ્રચારમાં કોઈ કસર નથી રાખી. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા હતા.

5.22 કરોડ મતદાતા કરવાના છે મતદાન!

આ વખતની ચૂંટણીમાં દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના મોટા નેતાઓએ 450થી વધુ સભા કરી છે. તે ઉપરાંત 100થી વધુ રોડ શો કર્યા છે. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ પ્રચારમાં કોઈ કસર રાખવામાં આવી નથી. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો છે. 5.22 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે. 9.17 લાખ વોટર્સ પહેલી વખત મતદાન કરવાના છે. ત્યારે કર્ણાટકમાં કોની સરકાર બને છે તે 13 મેના રોજ ખબર પડશે કારણ કે મતદાનનું પરિણામ 13 મેના રોજ આવવાનું છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે