બાંગ્લાદેશમાં પાર્લામેન્ટ ચૂંટણી માટે આજે મતદાન, PM શેખ હસીનાએ કરી ભારતની પ્રશંસા


  • Published By :
  • Published Date : 2024-01-07 15:20:43

બાંગ્લાદેશમાં નવી સરકારની પસંદગી માટે આજે 7 જાન્યુઆરીએ મતદાન થઈ રહ્યું છે. આજે દેશમાં 12મી સામાન્ય ચૂંટણી માટે લગભગ 12 કરોડ મતદારો પોતાનો મત આપી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. વર્તમાન વડા પ્રધાન શેખ હસીના બાંગ્લાદેશમાં 2009 થી સત્તા પર છે. તે સતત ચોથી વખત પીએમ બનવા માટે લડી રહી છે. પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની પાર્ટી BNPએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી BNP આ ચૂંટણીનો બહિષ્કાર કરી રહી છે કારણ કે કાર્યવાહક સરકારમાં નિસ્પક્ષ ચૂંટણી કરાવવાની માંગણી સ્વીકારવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે શેખ હસીના માટે રસ્તો ઘણો સરળ બની ગયો છે. આ દરમિયાન વર્તમાન વડાપ્રધાન શેખ હસીનાએ ભારતની પ્રશંસા કરી છે અને તેને સાચો મિત્ર ગણાવ્યો છે.


ભારતની કરી પ્રશંસા 


બાંગ્લાદેશના વડાપ્રધાન અને અવામી લીગના નેતા શેખ હસીનાએ રાજધાની ઢાકામાં પોતાનો મત આપ્યો. સવારે 8 વાગ્યે પોલિંગ બૂથ ખુલ્યા બાદ હસીનાએ પોતાનો મત આપ્યો હતો. વોટિંગ પછી ભારતના સવાલ પર હસીનાએ કહ્યું, ભારત અમારો વિશ્વાસુ મિત્ર છે. અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન તેઓએ અમને સાથ આપ્યો હતો. 1975 પછી જ્યારે મેં મારું આખું કુટુંબ ગુમાવ્યું ત્યારે તેણે અમને આશ્રય આપ્યો હતો. તેથી, ભારતના લોકો માટે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે.

  300 બેઠકો માટે મતદાન  


બાંગ્લાદેશની 300 બેઠકો માટે લગભગ 12 કરોડ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. રવિવારે સાંજે મતદાન બાદ તરત જ મતગણતરી શરૂ થશે અને સોમવારે સવારે પરિણામ જાહેર થશે. મતદારો 300 સીધી ચૂંટાયેલી સંસદીય બેઠકો માટે અંદાજે 2,000 ઉમેદવારોમાંથી પસંદ કરશે. 436 અપક્ષ ઉમેદવારો છે, જે 2001 પછી સૌથી વધુ છે. જોકે, BNPનું કહેવું છે કે અવામી લીગે ચૂંટણીને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરવા માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ડમી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.


વિપક્ષનો ચૂંટણી બહિષ્કાર  


BNPએ પણ 2014ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ 2018ની ચૂંટણીમાં ભાગ લીધો હતો. ફરી એકવાર પાર્ટીએ આ ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ શનિવારથી દેશભરમાં બે દિવસની હડતાળનું પણ આહ્વાન કર્યું છે. અવામી લીગે વિપક્ષી BNP પર સરકારનો વિરોધ કરી લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. ઢાકામાં ઓક્ટોબરના અંતથી ચાલી રહેલા દેખાવોમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે.



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.