મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આપ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ગઈ કાલે સીબીઆઈએ કરી હતી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-27 09:54:19

રવિવારના રોજ સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. સીબીઆઈ દ્વારા એક્સાઈઝ નીતિના અમલીકરણમાં કથિત કૌભાંડના આરોપમાં સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મનીષ સિસોદિયાને સીબીઆઈ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવાની છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે રવિવારે સીબીઆઈ સમક્ષ મનીષ સિસોદિયા રજૂ થયા હતા. 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સિસોદિયાની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહાર થયા હતા. મળતી માહિતી અનુસાર આપના કાર્યકર્તાઓ જોરદાર વિરોધ પ્રદર્શન કરશે અને ભાજપના કાર્યાલયનો ઘેરાવો કરશે.


મનીષ સિસોદિયા કોર્ટમાં થશે રજૂ 

કોર્ટમાં રજૂ કરતા પહેલા મનીષ સિસોદિયાના ટેસ્ટ કરવામાં આવશે. સિસોદિયાની આ ધરપકડ પુરાવાને નષ્ટ કરવાના આરોપમાં કરવામાં આવી છે. આબકારી વિભાગના એક અધિકારીએ કહ્યું કે સિસોદિયાએ એવી નીતિ બનાવી હતી જેમાં સરકારને વધારે ફાયદો ન થાય પરંતુ વ્યાપારીઓને ફાયદો થાય. આ નિવેદનના આધાર પર દિલ્હીના ડે.સીએમની રવિવારે સીબીઆઈની પૂછપરછ કરી હતી. જે બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.


અરવિંદ કેજરીવાલ આવ્યા મનીષ સિસોદિયાના બચાવમાં 

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે શાબ્દિક પ્રહાર શરૂ થઈ ગયો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને મળ્યા હતા. ત્યાંથી બહાર આવીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે શિક્ષણ માટે કામ કરતા મનીષની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મનીષ એક દેશભક્ત માણસ છે. મનીષ એક શરિફ માણસ છે. તે ઉપરાંત આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું મનીષ સિસોદિયા વિરૂદ્ધ કોઈ સબૂત નથી મળ્યું, પછી ધરપકડ કઈ રીતે કરવામાં આવી. બંને ચાર્જસિટમાં મનીષ સિસોદિયાનું નામ સામેલ નથી. હવે સીબીઆઈ કોર્ટમાં કહેશે તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે.


આપના નેતાઓએ આપ્યું સિસોદિયાને સમર્થન 

તે ઉપરાંત આતિશીએ કહ્યું કે મનીષ સિસોદિયાએ આઠ વર્ષમાં દિલ્હીની સરકારી શાળાની કાયા પલટ કરી દીધી છે. એમને આની જ સજા આપવામાં આવી રહી છે. ભાજપ કહી રહી છે આ 10 હજાર કરોડનો ઘોટાળો છે, આ પૈસા ક્યાં છે. સીબીઆઈએ સિસોદિયાના ઘર, એમના સંબંધી તેમજ દોસ્તોના ઘરની પણ તલાસી લીધી હતી, પરંતુ રુપિયા ન મળ્યા. આ રુપિયા ક્યાં છે તે સરકાર નથી બતાવી શકતી. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે કહ્યું કે સિસોદિયાની ધરપકડ તાનાશાહી છે.  


ભાજપના નેતાઓએ કર્યા આપ પર પ્રહાર 

ભાજપના નેતાઓએ મનીષ સિયોદિયાની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે સિસોદિયાની ધરપકડ થવાની જ હતી, હેવે પછીનો નંબર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો છે. કપિલ મિશ્રાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું પહેલેથી કહું છું કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે. તે ઉપરાંત ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આપણે મનીષજી વિશે વાત નથી કરી રહ્યા. આપણે આબકારી મંત્રીની વાત નથી કરી રહ્યા. સવાલએ છે કે દારૂના મંત્રીએ  દારૂનું કૌભાંડ કર્યું કે નહીં? શું મનીષજીએ તેમના કમિશનના સંબંધમાં કૌભાંડ કર્યું હતું કે નહીં.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે