મુંબઈમાં વોટર ટેન્કર એસોસિયેશનની હડતાલથી લોકો ત્રાહિમામ, તંત્રએ કાર્યવાહીની ચેતવણી આપી


  • Published By :
  • Published Date : 2023-02-14 17:59:38

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી વોટર ટેન્કર એસોશિયેશનની હડતાલથી લોકો પરેશાન થયા છે. એસોસિયેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હડતાલના કારણે અનેક હોટેલો, ક્લબ, મોલ, હાઉસિંગ સોસાયટીઝમાં જળ સંકટ સર્જાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્રિય ભૂજળ ઓથોરિટીએ આપેલી નવી સુચનાના વિરોધમાં એસોસિયેશનના લગભગ 2500 ટેન્કર ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. તેમની માગ છે કે તે લેખિત આશ્વાસન વગર તેમની હડતાલ સમાપ્ત કરશે નહીં. 


શા માટે હડતાલ?


મુંબઈ શહેરમાં કેન્દ્રીય ભૂજળ ઓથોરિટીએ ટેન્કર સંચાલકો માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે મુજબ હવે ટેન્કર સંચાલકો માટે લાયસન્સ અને  કમાણી પર ટેક્સ ચૂકવવો પડશે. તે ઉપરાંત ખાનગી ટેન્કર માલિકોએ ભૂમિગત જળ નિકાળવા માટે 2 હજાર  ચોરસ ફુટની જમીન હોવી જોઈએ. વળી ટેન્કર માલિકો અને પાણી પુરવઠો પુરો પાડનારા લોકોએ સ્થાનિક વહીવટી તંત્રને 6,50,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે અને પાંચથી વધુ ટેન્કર એક ખાસ લેવલથી વધુ પાણી ખેંચી શકશે. ઓથોરિટીએ નવી ગાઈડલાઈનનું પાલન ન કરનારા ટેન્કર એસોસિયેશનને ચેતવણી આપી છે. સ્થાનિક તંત્ર ટેન્કર સંચાલકો સામે પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે