દેશના આ રાજ્યમાં માસ્ક પહેરવું કરાયું ફરજિયાત, કોરોના ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-17 10:45:37

વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યું છે.  હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં પણ કોરોનાને લઈ સરકાર એક્ટિવ થઈ ગઈ છે. બહારથી આવતા પ્રવાસીઓ માટે અનેક નિયમો લાગુ કર્યા છે. રાજ્ય સરકારો પણ કોરોનાને લઈ ચિંતિત થઈ છે. ત્યારે કેરળ સરકારે ફરી એક વખત માસ્ક પહેરવો ફરજિયાત કરી દીધો છે. બધી જગ્યાઓ પર માસ્ક પહેરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.


અનેક દેશોમાં વધી કોરોનાને કારણે ચિંતા

દેશમાં કોરોનાએ અનેક વખત હાહાકાર મચાવ્યો છે. અનેક લોકોના કોરોનાને કારણે મોત થયા છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. જેને કારણે ભારતની ચિંતા પણ વધી છે. વિદેશથી આવતા લોકો માટે સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. દેશમાં કોરોનાની વેવ ફરી ન આવે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.

India logs less than 50,000 daily new Covid-19 cases for 16 days straight |  Deccan Herald


કોરોના ગાઈડલાઈન્સ કેરળ સરકારે જાહેર કરી 

કેરળ સરકારે રાજ્ય માટે ફરી એક વખત કોરોના ગાઈડલાઈન્સ બહાર પાડી છે. જે મુજબ તમામ જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. સાર્વજનિક સ્થળો પર, કાર્યસ્થળો ઉપરાંત ધાર્મિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ પણ લાગુ કરવામાં આવ્યું છે. 

IIT Delhi researchers develop affordable test kits for corona virus |  Education News,The Indian Express

માસ્ક પહેરવું કરાયું ફરજિયાત 

કેરળમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વ્યાપી રહ્યો છે. જેને કારણે આગામી 30 દિવસ માટે સરકારે કોરોના ગાઈડલાઈન્સ બહાર પાડી છે. સરકારે બધી દુકાનો, મોલ તેમજ જાહેર જગ્યાઓ પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. કોરોના કેસની સાથે XBB 1.5 વેરિઅન્ટને કારણે ચિંતા વધી રહી છે. આ વેરિઅન્ટના અનેક કેસો નોંધાઈ રહ્યા છે. આ વેરિઅન્ટ અનેક લોકોને સંક્રમિત કરી શકે છે જેને કારણે સરકારમાં ચિંતા વ્યાપી ઉઠી છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે