IND vs ENG: શાબાશ સરફરાઝ... પુત્રએ સાકાર કર્યું પિતાનું સપનું, ડેબ્યૂ મેચમાં જ ફટકારી અડધી સદી


  • Published By :
  • Published Date : 2024-02-15 19:51:44

પિતાએ જે સપનું જોયું તે આખરે પુત્રએ સાકાર કર્યું. ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટ મેચમાં ભારત તરફથી ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાને કમાલ કરી દીધો. સરફરાઝ ખાનને જ્યારે ટેસ્ટ કેપ મળી ત્યારે તેના પિતા પણ ત્યાં હાજર હતા. સરફરાઝને જેવી ટેસ્ટ કેપ મળી કે તે દોડીને તેના પિતા પાસે દોડી ગયો અને તેમને ગળે લગાવ્યા હતા, તેના પિતા પણ ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. હવે બેટિંગ કરવાનો વારો સરફરાઝનો હતો. રોહિત શર્માના આઉટ થયા બાદ સરફરાઝ ખાન બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો હતો.


તોફાની પચાસ રન ફટકાર્યા


જો કે સરફરાઝ ખાન દુર્ભાગ્યપૂર્ણ રહ્યો કે તે રન આઉટ થયો હતો, પરંતુ તે પહેલા તેણે તોફાની પચાસ રન ફટકારીને સ્પષ્ટ કરી દીધું કે હવે તેનો સમય આવી ગયો છે. સરફરાઝે માત્ર 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પુત્રની આ સિદ્ધિ જોઈને સ્ટેડિયમમાં બેઠેલા પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી.


પુત્રના પર્ફોરમન્સથી પિતા સંતૃષ્ટ


તેમના ચહેરા પર જે સ્મિત હતું તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેમને પુત્રના પર્ફોરમન્સથી સંતૃષ્ટ છે. કારણ કે  તેમની આંખો આ દિવસ જોવા માટે તરસતી હતી. સરફરાઝ ખાનના પિતા જ તેના બાળપણના કોચ છે.


પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે


ઉલ્લેખનિય છે કે સરફરાઝ ખાનના પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેમનું સપનું ભારત માટે ક્રિકેટ રમવાનું હતું, પરંતુ તે ક્યારેય સાકાર થઈ શક્યું નહીં. આ પછી જ તેમણે નક્કી કર્યું કે તે પોતાના બાળકોને ટીમ ઈન્ડિયા માટે તૈયાર કરશે અને તેમના માટે તેમણે દિવસ-રાત એક કર્યો હતો.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.