દેશ બંધારણથી અને સુપ્રીમ કોર્ટથી ચાલશે, જંતર-મંતરથી નહીં: WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ


  • Published By :
  • Published Date : 2023-04-29 20:25:52

દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણા ચાલુ છે. આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ વિપક્ષી નેતાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. કુસ્તીબાજો WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના સાંસદ અને WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે હું અયોધ્યામાં મોટો થયો છું. હું સંતોની વચ્ચે રહ્યો છું. આ દેશ જંતર-મંતર પરથી નહીં, સુપ્રીમ કોર્ટથી ચાલશે, બંધારણથી ચાલશે.


'દેશ બંધારણથી ચાલશે, જંતર-મંતરથી નહીં'


મીડિયા સાથે વાત કરતા WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, 'મેં પહેલા જ કહ્યું હતું કે હું કંઈ જ કહીશ  નહીં. હું અયોધ્યામાં મોટો થયો છું, મારું બાળપણ અયોધ્યામાં જ વીત્યું છે. તમે મારા વિશે સંતોને પૂછી શકો છો. જેમ સંતોએ કહ્યું છે કે આ દેશ બંધારણથી ચાલશે, દેશ સુપ્રીમ કોર્ટથી ચાલશે... જંતર-મંતરથી નહીં ચાલે.


'હું રાજીનામું આપવા તૈયાર છું'


જંતર-મંતર પર કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે ત્યારથી બ્રિજભૂષણ સિંહે ખુલીને કશું કહ્યું નથી. આજે પણ તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે આ મુદ્દે હું કંઈ પણ બોલવા માંગતો નથી. ગઈકાલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર તેમની સામે FIR નોંધવામાં આવી છે. આમાં POCSO એક્ટ પણ સામેલ છે. તેણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જો કુસ્તીબાજો મારા રાજીનામાથી સંતુષ્ટ છે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે