વોટ્સએપે લોન્ચ કર્યું આ ધમાકેદાર ફિચર! એક એકાઉન્ટ એકસાથે ચાર ફોન પર ચાલશે! યુઝર્સે આ અંગે આવી આપી પ્રતિક્રિયા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-26 11:51:25

આજના જમાનામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે વોટ્સએપ નહીં વાપરતો હોય. સામાન્ય લોકો પોતાનો સમય મુખ્યત્વે વોટ્સએપ પર પસાર કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગણાતા વોટ્સએપમાં નવા ફિચરને ઉમેરવામાં આવ્યો છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. માર્કે લખ્યું હતું કે આજથી તમે વધુમાં વધુ 4 ફોનમાં એક વોટ્સએપ અકાઉન્ટ લોગિન કરી શકશો. મહત્વનું છે કે આવું ફિચર લાવવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી હતી.      

Image

એક વોટ્સએપ એકાઉન્ટથી લીંક થઈ શકે છે ચાર ફોન!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા સમયથી અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર હોય કે પછી વોટ્સએપ હોય તેમાં નવા નવા ફિચર્સ એડ કરવામાં  આવી રહ્યા છે. ત્યારે વોટ્સએપને લઈ માર્ક ઝુકરબર્ગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જે મુજબ એક વોટ્સએપ એકાઉન્ટ ચાર ફોનમાં વાપરી શકાશે. આ ફિચરને કમ્પેનિયન મોડ ફિચર કહવામાં આવી રહ્યું છે. આ ફિચરની મદદથી યૂઝર્સને મલ્ટી ડિવાઈસનો સપોર્ટ મળશે.આ ફિચરની મદદથી યૂઝર્સ એક જ વોટ્સએપ એકાઉન્ટ બીજા ડિવાઈસમાં પણ યૂઝ કરી શકશે. આ ફિચરની માગ લાંબા સમયથી કરવામાં આવી હતી. યુઝર્સે માગ કરી હતી કે અનેક ડિવાઈઝમાં એકાઉન્ટ લોગીન કરી શકે તેવો ફિચર લાવવામાં આવે.   


લોકો આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા

ટ્વિટર પર આ વસ્તુ ટ્રેન્ડ થઈ રહી છે. જે બાદ આ ફિચરને લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ ફેવિકોલની એડને યાદ કરી તો કોઈએ બ્રેકઅપની વાત કરી. 



થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર અનેક જગ્યાઓ પર પહોંચી ગયો છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

બાળકોને જોઈ અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવે છે... માતાની મમતા યાદ આવે છે અને બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવે છે..

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.