વોટ્સએપ બે કલાક પછી શરૂ થયું, યુઝર્સને મેસેજ મોકલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો


  • Published By :
  • Published Date : 2022-10-25 15:18:53

સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપનું સર્વર ડાઉન છે. ભારતમાં યુઝર્સને WhatsApp દ્વારા મેસેજ મોકલવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.યુજર્સ ટ્વિટર પર #WhatsAppdown ટ્રોલ કરી રહ્યા છે,WhatsAppdown થતાં ટ્વિટર પર લોકોની ભીડ જામી છે..


Meta ની WhatsApp સેવાઓ આંશિક રીતે ખોરવાઈ ગઈ છે. એવા અહેવાલો છે કે વપરાશકર્તાઓને મેસેજિંગ પ્લેટફોર્મ પર સંદેશા મોકલવામાં અથવા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે. જો કે, ધીમે ધીમે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. ફરી સેવા બપોરે 2.15 કલાકે શરૂ થઈ હતી 

સમગ્ર વિશ્વમાં બપોરથી એપ કામ કરી રહી ન હતી અને તેને અત્યાર સુધીની સૌથી મોટી આઉટેજ તરીકે જોવામાં આવી રહી છે. મેટાએ કહ્યું છે કે તે શક્ય તેટલી વહેલી તકે સેવાઓને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.


અત્યાર સુધીમાં 11 હજારથી વધુ યુઝર્સે સોશિયલ મીડિયા પર વોટ્સએપ સર્વિસ બંધ થવાને લઈને ફરિયાદ કરી છે. સ્વતંત્ર ટ્રેકિંગ પોર્ટલ 'DownDetector' એ પણ WhatsApp સેવાઓ ખોરવાઇની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપનું સર્વર ડાઉન છે. ભારતમાં યુઝર્સને WhatsApp દ્વારા મેસેજ મોકલવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.


મેટા કંપનીના પ્રવક્તાએ વ્હોટ્સએપ બંધ કરવા અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અમને ખબર છે કે કેટલાક લોકોને મેસેજ મોકલવામાં સમસ્યા આવી રહી છે અને અમે શક્ય તેટલી વહેલી તકે દરેક માટે WhatsApp પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ WhatsAppએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે 25 ઓક્ટોબરથી WhatsApp ઘણા સ્માર્ટફોનમાં તેનું સપોર્ટ બંધ કરી દેશે. એપલ જેવી મોટી કંપનીઓ પણ આ ફોનમાં સામેલ છે. આ પછી વોટ્સએપ પર આ ડાઉન જોવા મળી રહ્યું છે.


સ્ટેટસ પણ અપલોડ કરી શકતા નથી

9 Fixes for Whatsapp Status Not Uploading or

જો કે યુઝર્સ 12.30 વાગ્યા પહેલા વોટ્સએપ સ્ટેટસનું શેર કરેલ સ્ટેટસ જોઈ શકે છે, પરંતુ હાલમાં કરોડો યુઝર્સને નવું સ્ટેટસ પોસ્ટ કરવાથી લઈને મેસેજ મોકલવા સુધીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, યુઝર્સ પહેલાથી પોસ્ટ કરેલા સ્ટેટસને ડિલીટ કરી શકતા નથી. સમગ્ર દેશમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્ય શહેરો મુંબઈ, દિલ્હી, કોલકાતા અને લખનૌમાં સૌથી વધુ સમસ્યાઓ જોવા મળી રહી છે, ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર.


યુજર્સ વિવિધ પ્રકારના memes બનાવી ટ્વિટર પર શેર કરી રહ્યા છે



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .