Bhavnagarમાં નીકળેલી રથયાત્રામાં જ્યારે Rajkot TRP અગ્નિકાંડનો ટેબ્લો હટાવી દેવાયો, લોકો ભરાયા રોષ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-08 10:40:21

અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી.. અમદાવાદમાં જેવી રીતે રથયાત્રા નીકળે છે તેવી રીતે ભાવનગરમાં પણ રથયાત્રા નીકળી. ગઈકાલે ભાવનગરમાં નીકળેલી રથયાત્રામાં એક ટેબ્લો એવો હતો જેમાં ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓના બેનરો લાગ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ, હરણી કાંડ, તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટનાઓના પોસ્ટર લાગ્યા હતા. પોલીસે આ ટેબ્લોમાંથી આ બધા પોસ્ટરો હટાવી દેવડાવ્યા અને ટેબ્લો પણ હટાવી દેવાયો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો..      

રથયાત્રાના ટેબ્લામાં લગાવાયેલા પોસ્ટરો પોલીસે હટાવી દીધા!

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે આવી દુર્ઘટનાઓ ના થાય.. ગઈકાલે અનેક લોકોએ રથયાત્રા દરમિયાન આવી પ્રાર્થના ભગવાનને કરી હશે.. રથયાત્રા દરમિયાન Unique ટેબ્લો લોકોનું ધ્યાન ખેંચતું હોય છે.. અનેક ટેબ્લા એવા હોય છે જેમાં નાગરિકોને જાગૃત કરવાની ભાવના રહેલી હોય છે.. ભારે ઉત્સાહ સાથે લોકોએ રથયાત્રામાં ભાગ લીધો. રથયાત્રામાં નીકળતા ટેબ્લા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.. ત્યારે સુરત તક્ષશિલાકાંડ , રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ હોય કે પછી હરણી બોટ કાંડ. ભાવનગરની રથયાત્રામાં તક્ષશિલા, રાજકોટ અગ્નિકાંડ અને બોટકાંડના બેનરો સાથે ટ્રક નીકળ્યો હતો. 



પોલીસ દ્વારા બેનરો હટાવી દેવાથી લોકોમાં જોવા મળ્યો રોષ 

લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી આ ટેબ્લો નીકળ્યો હશે.. લોકો આવી દુર્ઘટનાઓને ભૂલી ના જાય, પીડિત પરિવારને ન્યાય મળે તેવી આશા હશે પરંતુ સરદારનગર નજીક આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા હતા .પોલીસ દ્વારા આ  બેનરો હટાવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ રાજકોટ અને હરણી કાંડ પર ટેબ્લો બનાવનારા લોકોએ એ તર્ક આપ્યો છે કે , અમે વાલીઓને જાગૃત કરવા માંગતા હતા , આવી અસલામત જગ્યાએ પોતાના બાળકોને ના મોકલવા. અને માટે જ જાગૃતિ મળે તે માટે પ્લોટ બનાવવામાં આવેલો પણ પોલીસના લોકોએ આવી આ બેનરો ફાડી નાખ્યા, અને ટેબ્લો પણ લઇ લેવાયો છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે