ચીન પર કોરોના મૃત્યુઆંકનો ઝડપી, નિયમિત અને વિશ્વસનિય ડેટા આપે: WHO


  • Published By :
  • Published Date : 2023-01-12 14:34:36

ચીનમાં કરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. ચીનની સામ્યવાદી સરકાર દેશમાં કોરોનાના કારણે થતા મૃત્યુઆંક અંગે પણ ગોટાળા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં કોવિડના કેસ જે ઝડપથી વધી રહ્યા છે તેથી ચિંતિત બનેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ચીન પાસે કોરોનાના સાચા આંકડા જાહેર કરવાનું કહ્યું છે.


WHOએ ચીન પાસે માગ્યો સાચો ડેટા


WHOના ચીફ ઘેબ્રિસિયસએ એક પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું  કે ગયા સપ્તાહે WHOની વેબસાઈટે લગભગ 11,500 મોતની માહિતી આપી હતી. જેમાંથી અમેરિકામાં 40 ટકા, યુરોપથી 30 ટકા અને પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રથી 30 ટકા હતા. જો કે ચીને  કોરોનાથી સંબંધીત મોતને ઘટાડેલો આકડો રજુ  કર્યો છે. 


WHOના વડાએ ક્હ્યું કે અમે ચીન પાસે હોસ્પિટલમાં દાખલ થયેલા અને મૃત્યુઆંકને લઈને ઝડપી, નિયમિત અને વિશ્વસનિય ડેટા માંગ્યો છે, WHOએ કોરોનાના કેસ અને હોસ્પિટલમાં દાખલ થતા કેસમાં વૃધ્ધી પર ચર્ચા કરવા માટે ચીનના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક પણ કરી હતી.


ચીને ઝીરો કોવિડ-19 નિતી ખતમ કરી 


ગત ડિસેમ્બર મહિનાથી જ ચીનની સરકારે લગભગ ત્રણ વર્ષો બાદ કોરોના રોગચાળાને લઈ પોતાની ઝીરો કોવિડ-19 પોલીસી ખતમ કરી દીધી હતી. જેમાંથી થોડા જ સપ્તાહ બાદ કેસમાં જબરદસ્ત વધારો થયો હતો. ત્યાર બાદ જાન્યુઆરીમાં અનિવાર્ય પીસીઆર ટેસ્ટ અને ચીનમાં આવનારા લોકો  માટે સેન્ટ્રલાઈઝ આઈસોલેશન પણ રદ્દ  કરી દીધું છે. 



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે