ચાલુ કાર્યક્રમમાં હરિયાણાના સીએમ કોની પર ભડક્યા? એવું શું કહી દીધું કે તેમના ભાષણની સોશિયલ મીડિયા પર થઈ રહી છે આલોચના! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-15 12:57:43

પોતાના નિવેદનને કારણે રાજનેતાઓ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતા હોય છે. ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ પોતાના ભાષણ દરમિયાન આપેલા નિવેદનને લઈ હાલ ચર્ચાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે 'આ તો આપવાળો છે, રાજનીતિ કરવા આવ્યો છે.. ઉઠાવીને બહાર ફેંકો આને'. આ નિવેદનથી તે વિવાદમાં આવી ગયા છે.

  


મનોહરલાલ ખટ્ટરનો વીડિયો થયો વાયરલ!

હરિયાણાના સિરસામાં મનોહર લાલ ખટ્ટર જનસંવાદ કાર્યક્રમ કરી રહ્યા હતા. કાર્યક્રમમાં નશા મુક્તિની વાતો કરવામાં આવી રહી હતી. સીએમ લોકોની સલાહ સૂચનો પણ લઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ એક વ્યક્તિ તેમને સવાલો કરવાનું શરૂ કરી દે છે. વ્યક્તિના સવાલો સાંભળીને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ભડકી ઉઠ્યા અને તે વ્યક્તિને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તેમ કહીને સુરક્ષાકર્મચારીઓને આ વ્યક્તિને પકડીને બહાર ફેંકી દેવા કહે છે. મનોહર લાલ ખટ્ટરની આવી પ્રતિક્રિયાની સોશિયલ મીડિયામાં આલોચના થઈ રહી છે કે તમે મુખ્યમંત્રી પદે બેઠા છો આવું બોલો તે સારું ના લાગે.  


મહિલાના સવાલ પર ભડક્યા હતા સીએમ! 

આ પહેલી વાર નથી જ્યારે મનોહર લાલ ખટ્ટર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા હોય. એની પહેલા પણ, જ્યારે તેમના કાર્યક્રમમાં એક મહિલાએ સવાલ કર્યો હતો ત્યારે કહી દીધું હતું કે તું બેસી જા તું ક્યાંકથી શીખીને આવી છે. તું ચૂપ કર.. પછી મહિલાએ કહ્યું હતું કે મને કોણ શીખવાડે.. હું મારા મુખ્યમંત્રીને સવાલ પણ ના કરી શકું. ત્યારે સીએમના આવા નિવેદનો અંગે તમે શું કહેશો? 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.