કોરોના અંગે WHOએ ચીન પાસે માગ્યા જવાબ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-31 16:54:38

વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.  અમેરિકા, જાપાન, ભારત જેવા દેશોમાં કોરોના સંક્રમણ વધતા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ચીનમાં કોરોના રફતારથી આગળ વધી રહ્યો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે. વધતા કોરોના કેસને લઈ WHOએ ચિંતા વ્યક્ત કરી છે. 


ચીનમાં કોરોના કેસ વધતા WHO આવી હરકતમાં   

કોરોના સંક્રમણને કારણે ચીનમાં પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ રહી છે. ચીનમાં લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. ચીનમાં વધતા કોરોના સંક્રમણને કારણે વિશ્વના અનેક દેશોએ પ્રતિબંધો લાદી દીધા છે. એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો ચીને પ્રતિબંધો હળવા કરી દીધા છે. ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પણ મંજૂરી આપી દીધી છે. ચીનમાં કોરોના કેસને કારણે અમેરિકા, જાપાન, ભારત સહિતના અનેક દેશોએ ચીનથી આવતા મુસાફરોને ત્યારે જ પ્રવેશ આપવામાં આવશે જેમનો રિપોર્ટ નેગેઝિટવ હશે. 


કોરોના કેસ અંગેની આપવી પડશે માહિતી   

વધતા કોરોના સંક્રમણને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે. કોરોના અંગે WHOએ ગંભીર ચર્ચા કરી છે. કોરોનાના આંકડા છૂપાવા અંગે ચીન પર અનેક આંકડા છૂપાવાનો આરોપ લગાવામાં આવે છે. પરંતુ આ વાત પર ચીનનો દાવો છે કે તેના આંકડા એકદમ પારદર્શી છે. કોરોના અંગે WHOએ બેઠક કરી છે. વર્ચુઅલ બેઠકમાં જીનોમ સિક્વન્સિંગ હોસ્પિટલમાં દાખલ દર્દીના ડેટા આપવા માટે કહ્યું છે,




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે