કેદારનાથ મંદિરની બહાર બોયફ્રેન્ડને પ્રપોઝ કરનાર યુવતી કોણ છે? જુઓ વીડિયો જેને લઈ છેડાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-07-05 16:23:51

ચારધામ યાત્રાનું હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન રહેલું છે. પહેલાનો સમય એવો હતો કે ચારધામની યાત્રા માત્ર ઉંમરલાયક લોકો જ કરતા હતા. પરંતુ ધીમે ધીમે કેદારનાથ જવાનો ક્રેઝ યુવાનોમાં પણ વધી રહ્યો છે. યાત્રાધામ કેદારનાથ યુવાના બકેટલિસ્ટમાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે જેમાં એક યુવતી કેદારનાથ મંદિર પાસે તેના પ્રેમીને પ્રપોઝ કરી રહી છે. યુવતીનો પ્રેમી તેના પ્રપોઝલને સ્વીકારે છે અને તેઓ તરત જ સગાઇ કરી લે છે.. આ વીડિયો વાયરલ થતા ઇન્ટરનેટ પર યુદ્ધ છેડાઇ ગયું છે.. લોકો આ કપલને સોશિયલ મીડિયા પર વખોડી રહ્યા છે.. અને એવું પણ કહેવાયી રહ્યું છે કે મંદિરોમાં દર્શન કરવા જતી વખતે ફોન જમા કરી દે છે.. 

કેદારનાથ મંદિર સાથે યુવતીએ છોકરાને કર્યો પ્રપોઝ

થોડા વર્ષો પહેલા સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ આવી હતી.  જે બાદ કેદારનાથ ધામની લોકપ્રિયતા યુવાનોમાં પણ વધી ગઈ. ચારધામની યાત્રામાં યુવાનો જઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવતી કેદારનાથ મંદિરની સામે છોકરાને પ્રપોઝ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર રાઇડર ગર્લ વિશાખા નામથી વિશાખા ફૂલસુંગે નામની એક યુવતીનું એકાઉન્ટ છે. આ એકાઉન્ટ પરથી જ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો. વિશાખા ફૂલસુંગેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તે પોતે યુ ટ્યુબર છે અને પોતાની ઓળખાણ મોટો વ્લોગર તરીકેની આપે છે.. મોટો વ્લોગર એટલે કે બાઇક પર જ એકલા જ પોતાનો સામાન લઇને નીકળી પડવું અને અલગ અલગ જગ્યાઓની સફર ખેડવી. જેવું તેના એકાઉન્ટનું નામ છે એમ તેણે બાઇક પર અલગ અલગ સ્થળોની મુલાકાત લઇને અવનવા રેકોર્ડ્ઝ પણ બનાવ્યા છે.. જેમકે મુંબઇથી વિશાખાપટનમની સફર બાઇક પર કરવી, નર્મદા પરિક્રમા કરવી. વિશાખાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે એમાં જોઈ શકાય છે કે એક કપલ કેદારનાથ ધામ તરફ હાથ જોડીને ઊભું છે. 


વીડિયો વાયરલ થતાં યુઝર્સ આપી રહ્યા છે અનેક પ્રતિક્રિયા

યુવતી કેમેરાવાળા વ્યક્તિને પાછળથી હાથના ઈશારો કરીને બોલાવે છે. કેમેરા વાળો વ્યક્તિ આગળ વધે છે અને ગુપ્ત રીતે છોકરીના હાથમાં રીંગ મૂકે છે. તરત જ છોકરી તેના ઘૂંટણ પર બેસીને તેના પાર્ટનરને પ્રપોઝ કરે છે. તેનો પાર્ટનર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છોકરી તેને રીંગ પહેરાવી દે છે. આ પછી બંને એકબીજાને ગળે લગાવે છે.જ્યારથી આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો ત્યારથી લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ફરી એકવાર પ્રલય આવવો જોઇએ અને આ પ્રકારના લોકોને દુનિયામાંથી ઉઠાવી લેવા જોઇએ. તો કોઇ યુઝરે લખ્યું કેદારનાથનું સોનું પીત્તળ થઇ ગયું એમાં કોઇનું મોં ન ખૂલ્યું પરંતુ આ કિસ્સામાં સૌ કોઇ બોલી રહ્યા છે.. જો ગુરુદ્વારામાં લગ્ન થતા હોય તો કેદારનાથ ધામમાં ભોલેનાથને સાક્ષી માનીને બંનેએ એકબીજાને આંગળીઓમાં વીંટી પહેરાવી એમાં શું થઇ ગયું..  


મોબાઈલ લઈ જવા પર મૂકાયો પ્રતિબંધ  

એક નજરે એવું પણ લાગે છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માટે લોકો અવનવા ગતકડા અપનાવતા હોય છે.. એટલે આ પણ એક ગતકડાનો ભાગ હોઇ શકે છે.. જો કે આ પહેલા પણ કેદારનાથમાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ તેના કૂતરાને લઇને કેદારનાથ ધામ પહોંચી ગયો હતો અને તેણે કેદારનાથ ધામમાં તેમના કૂતરાને ચરણ સ્પર્શ પણ કરાવ્યા હતા. ત્યારે એક સમાચાર પણ સામે આવી રહ્યા છે કે કેદારનાથ મંદિરની અંદર ફોન નહીં લઈ જવાય. ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે