અનુપમ ખેરને શા માટે કરવી પડી રીક્ષામાં મુસાફરી? સોશિયલ મીડિયા પર અભિનેતાએ પોસ્ટ કર્યો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-02-06 17:12:44

આવનાર દિવસોમાં બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પોતાની આવનારી ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઆને લઈ ચર્ચામાં છે. પોતાના અલગ અલગ અવતારને કારણે તેમની ચર્ચાઓ થતી રહે છે.  સોશિયલ મીડિયા પર તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પોતાને પૂરી રીતના ટ્રાન્સફોર્મ કરી લીધું છે. રવિવારના રોજ તેમની ફિલ્મનું સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુપમ ખેર પોતાની ગાડીમાં નહીં પરંતુ ઓટો રીક્ષામાં સવાર થઈ સ્થળ પર પહોંચ્યા હતા. આ દ્રશ્યો જોઈ બધા અચંબિત થઈ ગયા હતા. અભિનેતાએ આ વીડિયો શેર કર્યો છે.

  

ઈવેન્ટ સ્થળ પર રીક્ષામાં પહોંચ્યા અનુપમ ખેર 

મુંબઈ ખાતે શિવ શાસ્ત્રી બલબોઆ ફિલ્મનું સ્પેશીયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતાઓ અલગ અલગ રીતે સ્થળ પર પહોંચતા હોય છે. ત્યારે અનુપમ ખેર રીક્ષામાં આવ્યા હતા. જાણીને નવાઈ લાગી હશે ને કે આટલો મોટો અભિનેતા રીક્ષામાં શું કામ આવ્યા. મળતી માહિતી અનુસાર તેમને તેમના ડ્રાઈવરે ખોટી જગ્યાએ પહોંચાડી દીધા હતા અને ઈવેન્ટ પર તેમને સમયસર પહોંચવું હતું જેને લઈ તેઓ રીક્ષામાં આવ્યા હતા. અભિનેતાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તેઓ ઓટોમાંથી ઉતરતા દેખાતા હતા.    

  शिव शास्त्री बलबोआ

10 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ થશે રિલીઝ   

વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે કઈ પણ થઈ શકે છે. કાલે દિલ્હીમાં મારી ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઓની સ્પેશિયલ સ્ક્રીનિંગ થઈ રહી હતી. ડ્રાઈવરે મને ખોટી જગ્યા પર ઉતારી દીધો હતો. મારે સૂટ-બૂટમાં ઓટોમાં જવું પડ્યું હતું. જમીન પર ઉતરીને બહુ મજા આવી. આ ફિલ્મમાં અનુપમ ખેરની સાથે સાથે નીના ગુપ્તા, જુગલ હંસરાજ, નરગિસ ફાખરી અને શારિબ હાશમી મુખ્યભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે