કોહિનૂર હિરો કેમ ટ્વીટર પર ટ્રેન્ડમાં છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 18:10:51

કેમ કોહિનૂર ટ્વિટર પર ટ્રેન્ડ છે ? 

ગુરુવાર રાતે બ્રિટનના રાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું હતું. રાણી ક્વીન એલિઝાબેથ બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી સિંહાસન સંભાળનારાં રાણી હતાં. રાણીના મૃત્યુ પછી તેમના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ લોકો એ વાત જાણવાનો ઉત્સાહત છે કે રાણીના તાજમાં જે હીરો જડેલો છે તે કોહિનૂર હીરાનું શું થશે? આ કોહિનૂર હવે કોને સોંપવામાં આવશે? એટલે રાણીના મૃત્યુ પછી તરત આ વિષય ટ્વિટર પર ટ્રેન્ડ થઈ ગયો છે. 


કોહિનૂર હીરાનો ઈતિહાસ 

કોહિનૂર હીરો જે 105.6 કેરેટનો છે. જે વિશ્વનો સૌથી કિંમતી અને સૌથી મોટો હીરો માનવામાં આવે છે. ઈતિહાસમાં જઇયે તો કહેવાય કે આ હીરો 14મી સદીમાં આંધ્રપ્રદેશની ખાણમાંથી મળ્યો હતો. પરંતુ જયારે અંગ્રેજોએ પંજાબ પર કબ્જો કર્યો ત્યારે 1877માં બ્રિટનના તે સમયના રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. ત્યાર પછી કોહિનૂરને બ્રિટનના શાહી તાજમાં સ્થાપવામાં આવ્યો અને બ્રિટનના શાહી તાજમાં કોહીનૂર ઉપરાંત અનેક કિંમતી અને દુર્લભ હીરા અને રત્નો જડેલા છે. ત્યારથી જ કોહિનૂર બ્રિટનના તાજમાં જ જડેલ છે અને આ કોહિનૂર પર ભારત સહીત ચાર દેશ પોતાનો હોવાનો દાવો કરે છે. 


કોને મળશે કોહિનૂર ? 

કહેવાય છે કે રાણીના મૃત્યુ બાદ જે બ્રિટનના રાજા બનશે એટલે કે રાજા ચાર્લસની પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કેમિલાને કોહિનૂર સોંપવામાં આવશે. કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ આપવામાં આવશે. હાલ તો રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમયએ કેમિલા આ કોહિનૂર પહેરેલી જોવા મળે એવી શક્યતા છે . 


કિંમતી હીરાની મહારાણી એલિઝાબેથના અવસાન બાદ ફરી કોહિનૂર ભારતને પરત કરવાની માંગ ઉઠી છે. જેમ કોહિનૂર દુર્લભ હીરો છે તેમ રાણીના તાજમાં આફ્રિકાનો હીરો 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા' પણ જડેલો છે. તેની કિંમત 400 મિલિયન આસપાસ છે. ભારતે કોહિનૂર પરત માંગ્યો તેમ આફ્રિકાએ પણ 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા'ને પરત કરવાની માગણી કરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.