કોમેડિયન કુણાલ કામરા સામે કેમ FIR , શિંદે સેનાએ કરી તોડફોડ.. વિવાદનું કારણ શું?


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-24 17:30:54

કોમેડિયનસનો તો જાણે ખરેખર સમય સારો નથી ચાલી રહ્યો પહેલા મીમમાં આ ચાલતું પણ હવે તો હકીકતમાં એવું થઈ રહ્યું છે પહેલા ઈન્ડિયાસ ગોટ લેટેન્ટ અને હવે કુણાલ કામરા.. કોમેડીમાં વિવાદ છે કે વિવાદ કોમેડી છે ખબર જ નથી પડતી 


કુણાલ કામરા સામે કેમ FIR થઈ? 

આજે વારે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ FIR થઈ કુણાલ કામરા સામે fir તો સામાન્ય માનવામાં આવે છે કારણકે એમની કોમેડી અને નિવેદનો એતો અનેક વિવાદ ઊભા કર્યા છે પણ આ વખતે તો મામલો ગંભીર થઈ ગયો કેમ તો રવિવારે કામરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયો જેમાં જેમાં તે ડેપ્યુટી સીએમ શિંદેની મજાક ઉડાવતું ગીત ગાઈ રહ્યો હતો. અને આપના દેશમાં વાત જ્યારે રાજનીતિ અને ધર્મની આવે એટલે તરત કોઈ ના કોઈની તો લાગણી દુભાઈ જ જાય છે અને એવુજ થયું શિંદે જૂથના કાર્યકરો ગુસ્સે ભરાયા અને મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત કામરાના સ્ટુડિયોમાં જઈને તોડફોડ કરી નાખી . તોડફોડ બાદ એ સ્ટુડિયો બંધ કરી દેવામાં આવ્યો અને 11 લોકોની ધરપકડ પણ કરી પણ આ વિવાદ ત્યારે વધ્યો જ્યારે એક બાદ એક નેતાઓએ આ વિષે પ્રતિક્રિયા આપી અને લોકોએ જાહેરમાં કુણાલ કામરાના પોસ્ટરો સળગાવ્યા  



વિવાદિત ગીતમાં શું હતું? 

ગીતની શરૂઆતમાં જ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના લુકનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી તેમણે શિવસેના સામે બળવો કરવાની અને ધારાસભ્યો સાથે ગુવાહાટી જવાની વાત કરી. બાદમાં શિંદે થાણેનો રહેવાસી છે અને પહેલાં ઓટોરિક્ષા ચલાવતો હતો. એ જ સમયે શિંદેને ગદ્દાર, પક્ષપલટુ અને ફડણવીસના ખોળામાં બેઠેલા તરીકે વર્ણવવામાં આવ્યા છે.અને એટલે જ શિંદે જુથના લોકો ગુસ્સે ભરાયા 



દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન 

આ વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું જેમાં ફડણવીસે કહ્યું- કુણાલ કામરાએ માફી માગવી જોઈએ, આ સહન કરવામાં આવશે નહીં. કોમેડી કરવાનો અધિકાર છે, પરંતુ જો તે આપણા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું હોય તો એ યોગ્ય નથી. જેની સામે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. 'ગદ્દારને' ને 'ગદ્દાર' કહેવું એ કોઈ પર હુમલો નથી.


પહેલાના વિવાદો

જોકે આ કોઈ પહેલો વિવાદ તો નથી વર્ષ 2020માં ઈન્ડિગો એરલાઈન્સ અને સ્પાઈસ જેટ દ્વારા કુણાલ કામરા પર થોડા સમય માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.એરલાઈન્સની ફ્લાઈટમાં પત્રકાર અર્નબ ગોસ્વામીને હેરાન કરવાનો આરોપ હતો.2020માં પણ કામરા વિવાદમાં ફસાયા હતા. ત્યારબાદ તેણે જર્મનીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગીત ગાતા સાત વર્ષના છોકરાનો એડિટેડ વીડિયો શેર કર્યો હતો અને એ પણ એક વિવાદ હતો અને આ લિસ્ટ ખૂબ લાંબી છે હવે ત્યારે પોલીસ કુણાલ કામરાને શોધી રહી છે.. 






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે