શા માટે 16 માર્ચે ઉજવાય છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ? કયા રોગને નાબુદ કરવા ચલાવાયું હતું અભિયાન


  • Published By :
  • Published Date : 2023-03-16 11:02:04

દર વર્ષે 16 માર્ચના રોજ નેશનલ વેક્સિનેશન ડેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1995માં આ જ દિવસે ભારતમાં પ્રથમવાર પોલિયો રસી આપવામાં આવી હતી. જે બાદ દર વર્ષે આ તારીખને નેશનલ વેક્સિનેશન ડે તરીકે ઉજવાય છે. માનવના જીવનમાં રસીકરણનું મહત્વ રહેલું છે અને તે અંગે જ માહિતગાર કરવા આ દિવસે રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 


રસીને કારણે વધે છે રોગપ્રતિકારક શક્તિ 

કોરોના કાળે અનેક વસ્તુઓનું મહત્વ સમજાવી દીધું છે. રસીકરણનું પણ મહત્વ આપણને તે સમય દરમિયાન સમજાઈ ગયું હતું. રસીનું મહત્વ સમાજાવવા દર વર્ષે નેશનલ વેક્સિન ડેની ઉજવણી કરવામાં આવે છે. રસીકરણને કારણે સંક્રામક રોગથી બચવા માટે ઈમ્યૂન સિસ્ટમ એક્ટિવ થાય છે. અને રોગ પ્રતિકારક શક્તિને વધુ સારી બનાવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલિયોને કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે દેશમાંથી પોલિયોને નાબુદ કરવા સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 


પોલિયોને નાબુદ કરવા દેશમાં ચાલ્યું હતું અભિયાન  

પોલિયોને કારણે અનેક લોકો ક્ષતિગ્રસ્ત થયા હતા. પોલિયોને જડમૂળથી નાશ કરવા ભારત સરકારે અભિયાન ચલાવ્યું હતું. 16 માર્ચના રોજ પહેલી વાર દેશમાં પોલિયો રસી આપવામાં આવી હતી.  રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના બે ટીપા આપવામાં આવ્યા હતા. આ અભિયાનને સાર્થક કરવા સરકારે ભારે જહેમત ઉઠાવી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ મળ્યું છે. થોડા વર્ષો પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. પોલિયો રસીકરણ અભિયાનની સફળતા બાદ ભારતમાં અનેક રસીકરણના અભિયાન ચલાવવામાં આવ્યા હતા. ટીબી, બીસીજી જેવી ગંભીર બિમારીઓથી રક્ષણ મેળવવા વેક્સિન ઉપયોગી સાબિત થઈ છે. 


રસીકરણથી અનેક જીવલેણ બિમારીઓથી મેળવી શકાય છે રક્ષણ

કોરોના કાળે રસીકરણનું મહત્વ આપણને સમજાઈ ગયું હતું. કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. જીવલેણ સાબિત થયેલા કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સિને મહત્વની ભૂમિકા ભજવી હતી. રસીકરણને કારણે લોકો પોલિયો સહિત અનેક જીવલેણ રોગોથી રક્ષણ મેળવી શકે છે.             




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે