કેનેડાના જંગલો થયા આગમાં તબાહ, ન્યુયોર્ક, મેનહટન સહિતના અમેરિકાના રાજ્યોમાં એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-06-08 11:59:35

1. આગની જ્વાળાઓમાં લપેટાયું કેનેડા

 કેનેડાનાં જંગલોમાં અત્યાર સુધીની સૌથી ભીષણ આગ લાગી છે. 400થી વધુ જંગલોમાં લાગેલી આગની જ્વાળાઓ ઉત્તર અમેરિકાના 3 હજાર કિલોમીટર સુધીના વિસ્તારો સુધી પહોંચી ગઇ છે..જેને કારણે આ વિસ્તારોમાંથી અંદાજે સવા લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.. અમેરિકાના મિનેસોટાથી માસાચ્યુસેટ્સ સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આ સિવાય ન્યુયોર્ક સ્ટેટ, વર્મોન્ટ, મેનહટનના કેટલાક  ભાગોમાં આકાશ ધુમાડાથી છવાઇ રહ્યું છે.. અને હવાની ગુણવત્તા બગડી રહી છે.. અમેરિકા મેક્સિકો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સહિતના દેશોએ કેનેડામાં મદદ મોકલી છે.. એક હજાર કરતા પણ વધુ ફાયરફાઇટર્સ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે.. આગ લાગવાનું પ્રાથમિક કારણ જો કે ગરમી અને તાપમાનમાં થયેલો સતત વધારો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિવેદન આપ્યું છે કે સ્થિતિ ડરામણી છે.. લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે..


2. 19 વર્ષના ટીનએજરે કર્યો ગોળીબાર 

અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીમાં હાઇસ્કૂલ ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન એક 19 વર્ષના ટીનએજરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો..આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે.. અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. પોલીસે આ ઘટનામાં હુમલો કરનાર 19 વર્ષના ટીનએજરની અટકાયત કરી છે.. ગન વાયોલન્સ આર્કાઇવના એક રિપોર્ટ મુજબ આ વર્ષે યુએસમાં 200થી વધુ સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની છે.. જેમાં અઢી હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે... 


3. યુક્રેનના ડેમ પર રશિયાનો એટેક, 24 ગામો પાણીમાં

યુક્રેન દેશના સૌથી મોટો ડેમ નોવા કાખોવકા પર રશિયાએ હુમલો કરતા ડેમનો હિસ્સો તૂટી પડ્યો હતો..જેના પછી ડેમની આસપાસના વિસ્તારોમાં ઇમરજન્સી લાગુ કરી ખેરસોન સહિતના વિસ્તારોમાંથી 17 હજાર લોકોને રેસ્ક્યુ કરાયા છે.. આ ડેમ નીપ્રો નદી પર બાંધવામાં આવ્યો હતો જેની આસપાસના અંદાજે 24 ગામોમાં પાણી ભરાઇ ગયા છે.. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ઇમરજન્સી બેઠક બોલાવી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ખેરસોનના અધિકારીઓ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.. 


4. લોકોને ડ્રોનમાં ઉડાડશે ઇઝરાયેલ

ઇઝરાયેલમાં ડ્રોન ટેક્સીનો પ્રયોગ સફળ રહ્યો છે.. લગભગ 3 વર્ષ પહેલા ઇઝરાયેલની સરકારે ડ્રોન ઇનિશિયેટીવ  પ્રોગ્રામ શરૂ કર્યો હતો.. જે અંતર્ગત ફ્લાઇંગ ટેક્સી શરૂ કરવામાં આવી છે.. કુલ મળીને 11 કંપનીઓએ આ ફ્લાઇંગ ટેક્સીની બનાવટ, પરીક્ષણ સહિતની જવાબદારી લીધી હતી..આ પ્રયોગમાં 2 લોકોને આ ફ્લાઇંગ ટેક્સીમાં બેસાડીને 30 કિમીની યાત્રા કરાવવામાં આવી.. ટેક્સીની બનાવટમાં ખાસ બાબત એ છે કે તેની ડિઝાઇન ડ્રોન વિમાન જેવી જ રાખવામાં આવી છે.. તેમાં રોટર કે પાંખો પણ નથી.. તેમાં નાની સાઇઝની ગ્રીલ્સ છે જે પવનને કાપીને ટેક્સીને આગળ વધવામાં મદદ કરશે.. ઇઝરાયેલની કંપનીઓનો દાવો છે કે આ ફ્લાઈંગ ટેક્સીનું કોમર્શિયલ ઉત્પાદન બે વર્ષમાં શરૂ થઈ જશે. તેનાથી ટ્રાફિક જામમાંથી ઘણી રાહત મળશે.


5. બુશરા બીબીની અલ કાદિર ટ્રસ્ટ કેસમાં પૂછપરછ

 પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીની અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા પૂછપરછ થશે.. બુશરા બીબીએ લાહોર હાઇકોર્ટમાં અરજી કરીને તેની વિરુદ્ધના તમામ કેસો સામે ધરપકડ પર રોક લગાવવાની એટલે કે પ્રોટેક્શન બેલની માગ કરી છે.. જીઓ ન્યુઝના એક અહેવાલ મુજબ બુશરા બીબીએ નિવેદન આપ્યું છે કે રાજકીય કારણોસર તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.. તેને પોતાના પર થયેલા કોઇ કેસની માહિતી નથી.. 

જોકે આજે તેમણે NAB સામે હાજર થવું પડશે.. જ્યાં તેમનું નિવેદન લેવામાં આવશે.. 


6. અમેરિકા જાસૂસી ઉપગ્રહ તરતો મૂકશે

અમેરિકા સ્પાઇ સેટેલાઇટ લોન્ચ કરવા જઇ રહ્યું છે.. તેના દ્વારા અમેરિકા ચીન અને રશિયાના સેટેલાઇટ્સ અને સ્પેસ વ્હીકલ પર નજર રાખશે..રશિયા અને ચીને પણ સ્પેસમાં એક એવી ટેકનીક વિકસાવી છે જેનાથી ઓર્બિટમાં ફરતા અન્ય સેટેસાઇટ્સની મુવમેન્ટ્સને ટ્રેક કરી શકે.. આથી અમેરિકાએ પણ સ્પર્ધામાં ઉતરીને પોતાના સ્પાઇ સેટેલાઇટ્સ  ડેવલપ કર્યા છે.. તેને સાઇલેન્ટ બાર્કર એવું નામ આપ્યું છે..જુલાઇમાં અમેરિકા આ સેટેલાઇટ્સ લોન્ચ કરશે


7. એજન્ટ દ્વારા કેનેડા ગયેલા 700થી વધુ વિદ્યાર્થીઓ સાથે દગો

કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા સેંકડો પંજાબી વિદ્યાર્થીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે.. આ વિદ્યાર્થી પોતાના ડોક્યુમેન્ટ લઇને જે એજન્ટ મારફતે કેનેડા ગયા હતા તે દસ્તાવેજો યુનિવર્સિટીની તપાસમાં નકલી નીકળ્યા..  કેનેડાની સરકારે છેતરપિંડીનો ભોગ બનેલા આવા 700 વિદ્યાર્થીઓને દેશમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો છે.. પણ આ વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા છે કે તેમને કેનેડાની અન્ય કોઇ સંસ્થાઓમાં પ્રવેશ આપી દેવામાં આવે..


8. મોબાઇલ લાઇટના સહારે સુદાનની હોસ્પિટલોમાં સારવાર

સુદાનની રાજધાની ખાર્તુમમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિને કારણે વીજપુરવઠો ખોરવાઇ ગયો છે..BBCના એક  રિપોર્ટ અનુસાર ખાર્તુમની કેટલીક હોસ્પિટલોમાં ગર્ભવતી સ્ત્રીઓની પ્રસૂતિ માટે મોબાઇલ ફોનની ટોર્ચ લાઇટ પર આધાર રાખવો પડી રહ્યો છે.. એપ્રિલમાં સુદાનમાં 2 લશ્કરી જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી જેના કારણે આખા દેશમાં યુદ્ધનો માહોલ છે.. 


9. ફિનલેન્ડમાં ઓવરસ્પીડીંગ માટે એક કરોડ રૂપિયાનો દંડ

ફિનલેન્ડના હેલસિન્કીમાં ઓવરસ્પીડીંગ માટે એક વ્યક્તિને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.. આ વ્યક્તિ ફિનલેન્ડના ટાપુ પ્રદેશ આલેન્ડ ટાપુના એક  રોડ પર ગાડી ચલાવી રહ્યો હતો તેની સ્પીડ લિમિટ 50 કિલોમીટરની છે અને તેની કારની સ્પીડ 82 કિલોમીટર પ્રતિ કલાક હતી.ફિનલેન્ડમાં ટ્રાફિક નિયમોના કાયદા અનુસાર દરેક વ્યક્તિને તેની રોજની આવકના અડધા ભાગની રકમનો દંડ ફટકારવામાં આવે છે...ફિનલેન્ડ આ કાયદો ધનિક અપરાધીઓને સજા આપવામાટે લાવ્યુ છે.


10. જાપાનમાં લોકો હસવાની લઇ રહ્યા છે ટ્રેનિંગ 

જાપાનમાં લોકો હસવાની ટ્રેનિંગ લઇ રહ્યા છે...કોરોના મહામારી દરમિયાન જાપાનીઓએ એટલા લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખ્યું કે, તેઓ સ્માઈલ કરવાનું ભૂલી ગયા છે.લોકોને માસ્ક પહેરવાની એવી આદત પડી ગઈ છે કે, સરકારે નિયમોમાં ઢીલ આપી છે તેમ છતાં તેઓ માસ્ક પહેરી રહ્યા છે. ..અને માસ્કને લીધે હસવાનું ભૂલી જતા તેઓ ટ્રેનિંગ સેન્ટરમાં જઇ હસવાનું શીખી રહ્યા છે.. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.