શૂં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ સિધી જઈ દશમતની સુરક્ષા સુનિશ્ચિત કરશે? જેટલું અસમંજસ આટલા વર્ષોમાં નહીં થયું તેટલું અસમંજસ હમણાં થતું હશે દશમતને..


  • Published By :
  • Published Date : 2023-07-08 15:15:23

કેટલું ભયાનક છે માનવતાને તાર તાર કરી દેતી ઘટનાનું તમાશો બની જવું. કેટલું ભયાનક છે એ તમાશામાં પક્ષ માત્રને સામેલ થતા જોવુ. પીપલી લાઈવ ફિલ્મ જોઈ છે. ના જોઈ હોઈ તો જોઈ લેજો. 13 વર્ષ થયા એ કહાનીને, દર્શાવવામાં આવી હતી નથ્થા નામે ખેડૂતની દારૂણ વાસ્તવિકતા પણ 13 વર્ષ પછી ય સમાજ. સરકાર, કે મીડિયા કશું બદલાયું હોય એમ લાગે છે? 

એ ઘટના જ ભયાનકતાની પરાકાષ્ઠા હતી જ્યારે પ્રવેશ શુક્લા દારુ અને સત્તાના નશામાં ચકનાચુર થઈને અસ્થીર મગજના આદિવાસી દશમત પર પેશાબ કરી રહ્યો હતો. પણ એના પછી આટલા દિવસ સુધી જે થઈ રહ્યું છે એ તો એનાથી પણ ભયાનક છે. સૌથી પહેલા દશમત રાવતનું સોગંદનામું આવવું અને વીડિયો હોવા છતાં પણ એણે કશું જ નથી કર્યું એવું ફરમાન કરી દેવું. કેટલુ સરળ હોય છે ગરીબની ઈજ્જત, સન્માન અને પછી એનું સત્ય પણ એની પાસેથી ખરીદી લેવું. ખરીદી ના શકાય તો છીનવી લેવું. આટલું થયું એ પણ ઓછું હોય એમ સન્માન આપવાના નામે સતત આટલા દિવસોથી દશમત રાવતના તમાશા થઈ રહ્યા છે. પહેલા મુખ્યમંત્રી આવાસ પર એના ચરણ પખાળવા, પછી એને પકવાનોનું ભોજન પીરસવું. દશમતને સવાલ કર્યો કે મુખ્યમંત્રીને મળ્યા પછી શું કહેશો તો દશમત શું કહેવાનો.... કદાચ એણે પહેલા ભોપાલ જોયું પણ નહીં હોય અને હવે એ સીધા મુખ્યમંત્રી આવાસ પહોંચ્યો હતો. એણે કહ્યું કે મંત્રીને મળ્યો, સારુ લાગ્યુ, હવે પાછો જાવ છું. જે થયું એ થયું. એનાથી વિશેષ એ શું કહેવાનો. આ એ દશમત છે જેના પર પેલો પ્રવેશ પેશાબ કરતો હતો છતાંય એણે પ્રતિકાર સુદ્ધા નહોતો કર્યો. પછી દશમત પાછો સીધી પહોંચ્યો તો કૉંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પહોંચ્યા અને એને ગંગાજળથી પવિત્ર કર્યો.

  

 

શું આ ખરેખર એની સાથે ન્યાય થઈ રહ્યો છે? ચૂંટણી પુરી થઈ જશે પછી શું આમાંથી કોઈ સીધી જિલ્લામાં જઈને દશમતની સુરક્ષા સુનિશ્ચિત કરી શકવાના છે? એની કેટલી ભયાનક મજબૂરી હશે કે એણે કહેવું પડ્યું કે પ્રવેશને એની ભુલનો અહેસાસ છે તો એની પર કાર્યવાહી ના થવી જોઈએ. 

સન્માનના દરરોજના નાટકોથી લીરેલીરા ઉડાડવામાં આવે છે!

એના પર પેશાબ કરવામાં આવ્યો ત્યારે એને જે અપમાન મહેસુસ નહીં થયું હોય એટલી અસમંજસ દશમતને છેલ્લા થોડા દિવસોથી થતી હશે... વર્ષોના વર્ષો યુગોના યુગો બદલાયા પણ શું કામ આત્મસન્માન આપવાના નામે આજે પણ એના સન્માનના દરરોજના નાટકોથી લીરેલીરા ઉડાડવામાં આવે છે. શું આ એની સાથે ન્યાય થઈ રહ્યો છે. સર્કસમાં વાંદરાને મનમરજી પ્રમાણે નચાડો કે પ્રાણીઓનું પ્રદર્શન કરો એનાથી વિશેષ શું થઈ રહ્યું છે. વાસી વિચાર અને કાળા વિચારોથી વિશેષ આ રાજનીતિ એને કશું જ નથી પીરસી રહી. ખરેખર માણસને ઈશ્વર બનાવી નાખવું સરળ છે પણ એને માણસ સમજવું મુશ્કેલ એ સાબિત થઈ રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે