વેક્સિનની આડ અસરને કારણે 'કોવિશિલ્ડ' બનાવતી કંપની AstraZeneca વિશ્વભરમાંથી તેની કોરોના રસી પાછી ખેંચી લેશે? જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-08 13:33:09

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે.. કોવિશિલ્ડ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો નિર્ણય લીધો છે વેક્સિનને લઈ.. આ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કંપની હવે વિશ્વભરમાંથી તેની રસી પાછી ખેંચી રહી છે કારણ કે આ વેક્સિનને લઈ બબાલ ચાલી રહી છે....  

કોર્ટમાં કંપનીએ સ્વીકાર કર્યો હતો કે... 

થોડા વર્ષો પહેલા કોરોનાને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો.. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા.. તે વખતે એવી વાતો થતી કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેક આવી રહ્યો છે... આ બધા વચ્ચે થોડા સમય પહેલા કંપનીએ કાર્ટમાં સ્વીકાર્યું હતું કે તેમની રસીને કારણે લોહી ગંઠાવવું જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે.. આ બાદ અનેક લોકોમાં વેક્સિનને લઈ ડર બેસી ગયો છે.. 


કંપનીએ નિર્ણય લીધો કે.. 

આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કંપનીએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, કંપનીએ કહ્યું છે કે હવે રસીનું નિર્માણ અને સપ્લાય કરવામાં આવી રહ્યું નથી. મહત્વનું છે કે આ લિસ્ટમાં ભારતની કોરોના વેક્સિન કોવિશિલ્ડનો પણ સમાવેશ થાય છે... 



કંપની દ્વારા આપવામાં આવ્યું આ કારણ..  

કંપની દ્વારા આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે પણ જણાવવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર AstraZeneca દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આડ અસરોને કારણે રસી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કંપનીએ કહ્યું કે વ્યાપારી કારણોસર આ રસીને બજારોમાંથી હટાવી દેવામાં આવી છે. હવે બજારમાં બીજી ઘણી અદ્યતન રસીઓ ઉપલબ્ધ છે, જે વાયરસના વિવિધ પ્રકારો સામે લડી શકે છે. 



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....