શું પઠાણ ફિલ્મને કરવો પડશે બોયકોટનો સામનો??


  • Published By :
  • Published Date : 2022-12-13 14:22:11

પઠાણને કારણે શાહરૂખ ખાન હાલ ચર્ચામાં છે. 2023માં દિપીકા પાદુકોણ, શાહરૂખ ખાન સહિતના કલાકારો ફિલ્મમાં જોવા મળવાના છે. ફરી એક વખત બોલિવુડમાં બોયકોટ ટ્રેન્ડ પાછો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુશાંતસિંહને યાદ કરી ફેન્સ આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. ટ્વિટર પર બોયકોટ પઠાણ ટ્વિટ ટ્રેન્ડીંગ જોવા મળી રહ્યું છે. 

Shahrukh khan upcoming film pathan update know the trailer and song release  detail


ટ્વિટર પર ચાલતો બોયકોટ પઠાણ ટ્રેન્ડ

શાહરૂખ ખાન પોતાની ફિલ્મ પઠાણને લઈ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા. થોડા સમય પહેલા જ પઠાણ ફિલ્મનું બેશરમ સોન્ગ લોન્ચ થયું હતું. આ સોન્ગની દર્શકો ટીકા કરી રહ્યા છે. સોન્ગ રિલીઝ થયું એ બાદ બધે આ સોન્ગમાં  દિપીકા અને શાહરૂખને જોઈ લોકો ટીકા કરી રહ્યા છે. આ સોન્ગને લઈ અનેક લોકો પઠાણને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે.




દીપિકાના ડ્રેસને લઈને પણ છેડોયો વિવાદ

આ સોન્ગને લઈ ટીકાઓ કરવામાં આવી રહી છે. અનેક યુઝર્સ શાહરૂખના જૂના વીડિયો વાયરલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બોયકોટ પઠાણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનેક યુઝર્સ કહે છે કે આમીર ખાનને જે રીતે સબક શીખવ્યો હતો તે પ્રમાણે શાહરૂખ ખાનને પણ સબક શીખવવો પડશે. ઉપરાંત બેશરમ સોન્ગમાં દીપિકાએ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેને લઈને પણ વિવાદ છેડાયો છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે