શું ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણો કોરોના અંગે શું કહી રહ્યા છે નિષ્ણાંતો


  • Published By :
  • Published Date : 2023-01-05 10:23:13

કોરોના સંક્રમણને કારણે વિશ્વના દેશોની ચિંતા વધી છે. ચીનમાં તો કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે ભારત, પાકિસ્તાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાના કેસ વધી શકે છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. ઓડિશાના હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્પેશલ સેક્રેટરીએ એવી સંભાવના વ્યક્ત કરી છે જે અનુસાર ભારતમાં માર્ચ મહિનામાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.


Rural Ahmedabad: 4 talukas account for 84% of Covid cases | Cities News,The  Indian Express


ભારતમાં આવી શકે છે કોરોનાની ચોથી લહેર 

ચીનમાં વધતા કોરોના કેસને કારણે અનેક દેશોએ પ્રતિબંધો લાદી દીધા છે. ભારતમાં પણ કોરોના કેસ માથુ ઉંચકી શકે છે તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે.  XBB 1.5 વેરિઅન્ટથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેના પણ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ભારતમાં ચોથી લહેર આવી શકે છે તેવો અનુમાન લગાવામાં આવ્યું છે.    


આ રાજ્યોમાં નોંધાયા આટલા કોરોનાના કેસ 

દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. લોકો નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં નવા વેરિઅન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત કોરોના કેસની વાત કરીએ તો કેરળમાં નવા 58 કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 16 નવા કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 34 કેસ નોંધાયા છે. સંક્રમિતોનો આંકડો વધતા તંત્રની ચિંતા વધી છે. આગામી સમયમાં કોરોનાને કારણે વધુ લોકો સંક્રમિત થઈ શકે તેવી સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે