પેટા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતના મંત્રી મંડળમાં થશે ફેરફાર? પક્ષપલટો કરનાર નેતાને મળશે ઈનામ? જાણો કોના નામની ચર્ચાઓ તેજ..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-06 13:54:57

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી.. 2022ની ચૂંટણીમાં ભાજપે 156 સીટો મેળવી. પરંતુ એકાએક ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મૌસમ આવી.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે હવે ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને સ્થાન અપાઈ શકે છે.. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો મળી. 

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મેળવી 156 બેઠકો 

ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું જેને કારણે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ.. લોકસભાનું પરિણામ હતું ત્યારે જ પેટા ચૂંટણીનું પરિણામ પણ હતું.. બધાની નજર આ પેટા ચૂંટણીના પરિણામ પર હતી. આ વખતે મતદાતાઓમાં જાણે નિરાશા પણ જોવા મળી હતી મતદાનને લઈ.. 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 156 સીટો પર વિજય મળ્યો.. કૉંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કૉંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે.. 


કોને ક્યાંથી બનાવાયા ઉમેદવાર?

જે પાંચ બેઠકો માટે મતદાન થયું તે બેઠકો હતી ખંભાત, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને માણાવદરની. જે ધારાસભ્યોને પહેલા જનતાએ મત આપી જીતાડ્યા હતા તે જ ચહેરાઓને ફરી એક વખત ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા.. પાંચે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પર ભાજપના ઉમેદવારની જીત થઈ... ભાજપે વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને મેદાનમાં ઉતાર્યા હતા. પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીત્યા.. 


આવી ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે...

ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ જશે તેવી વાતો ચર્ચામાં હતી.. ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે નેતા અર્જુન  મોઢવાડિયા અને સી. જે. ચાવડાને ભાજપે મંત્રી પદનું વચન આપ્યાની ચર્ચા ગુજરાતના રાજકારણમાં અને નિષ્ણાંતોમાં હતી.. પરિણામમાં બંને ઉમેદવારો જીત્યા છે. જોકે આ વાતે ચર્ચાનું જોર એટલે પકડયું હતું કેમ કે થોડા સમય પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી ટિપ્પણી કરી હતી. રૂપાણીએ વિવિધ પ્રસાર માધ્યમો સમક્ષ નિવેદન કર્યું હતું કે ''ભૂપેન્દ્ર પટેલ સરકારનું કદ અત્યારે તો 17 મંત્રીઓનું છે એટલે વિસ્તરણની શક્યતા ખરી, એ થશે'' આવું નિવેદન આપ્યું હતું, ત્યારે સરકારમાં કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી અટકળે જોર પકડ્યું છે. 



આ નેતાઓને મંત્રી મંડળમાં મળી શકે છે સ્થાન

મહત્વનું છે કે અર્જુન મોઢવાડિયાએ સારા લીડથી જીત હાંસલ કરી છે..  કોંગ્રેસથી આવેલા 4 ભાજપના ઉમેદવારો આ પેટા ચૂંટણી જીત્યા છે, ત્યારે મંત્રીમંડળમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતાઓ છે.. બે મોટા નેતાઓ સી. જે. ચાવડા અને અર્જુન મોઢવાડિયા અંગે પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે. કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ અને કુવરજી હળપતિ કોંગ્રેસી ગૌત્રના મંત્રી છે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને મંત્રી પદ મળે તો નવાઈ નહીં..    



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે