વરૂણ ધવનની ફિલ્મ ભેડિયા બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-25 17:45:09

બોક્સ ઓફિસ પર અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 ધૂમ મચાવી રહી છે. ત્યારે વરુણ ધવન અને કૃતિ સેનની ફિલ્મ ભેડિયા રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી ફિલ્મને જોવા માટે દર્શકો ઉત્સુક હતા. દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે અને ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને ડાયરેક્ટર અમર કૌશિકે ક્રિચર કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 

Image

શું છે ફિલ્મની કહાણી?

આ ફિલ્મમાં વરૂણ ધવન ભાસ્કરનો રોલ ભજવી રહ્યો છે. ભાસ્કરને અરૂણાચલ પ્રદેશ સ્થિત જીરોમાં રોડ બનાવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પ્રોફિટ કમાવાની લાલચમાં ભાસ્કર જંગલની વચ્ચેથી રસ્તો કાઢવાનો પ્લાન બનાવતો હોય છે. ભાસ્કર માટે માત્ર આ પ્રોજેક્ટ હોય છે પરંતુ ત્યાં રહેતા લોકો માટે આ તેમની જીંદગી છે. આ બધા વચ્ચે ભાસ્કરની મુલાકાત પાંડાથી થઈ હતી જે સ્થાનિક અને ભાસ્કર વચ્ચે વાતો પહોંચાડવાનું કામ કરે છે. એક અફવા એવી ઉડી કે આ જંગલમાં વિષાણુ રહે છે જે લોકોનો શિકાર કરે છે જે જંગલને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરે છે. પોતાના કામ માટે જ્યારે ભાસ્કર આ જંગલથી પસાર થાય છે ત્યારે તેનો ભેટો ભેડિયા  સાથે થાય છે. 

Image

ભાસ્કર જ્યારે પોતાનો બચાવ કરવા ભાગી રહ્યો હતો તે દરમિયાન ભેડિકો તેને બચકું ભરી લે છે અને ધીરે ધીરે ભેડિયાના ગુણ તેનામાં આવી જાય છે. ભાસ્કરને આમાંથી બહાર કાઠવા જનાર્દન (અભિષેક બેનર્જી), જેમિન (પાલિન કબાક) મદદ કરે છે. ભાસ્કરને માણસને બનાવા માટે ડોક્ટર અનિકા (કૃતિ સેનન) પણ મદદ કરે છે. તેમની મુલાકાત બાદ આ ફિલ્મમાં ટ્વિસ્ટ આવે છે. આ ફિલ્મ એની પર જ બનાવામાં આવી છે. 

જાણો કેવી છે ભેડિયા ફિલ્મ?

આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મના રિવ્યુની વાત કરીએ તો કોમેડીની સાથે સાથે હોરર પણ બતાવામાં આવ્યું છે. ફિલ્મને સારા રેટિંગ પણ મળ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી શકે છે. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે.    




રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..