સેનાના કોઈપણ ભાગમાં કમાન્ડો તરીકે ફરજ બજાવી શકશે મહિલા


  • Published By :
  • Published Date : 2022-12-12 11:54:00

ભારતીય નૌકાદળે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત નૌકાદળના વિશિષ્ટ બળોમાં મહિલાઓને સ્થાન આપવામાં આવશે. સેનાના કોઈપણ ભાગમાં કમાન્ડો તરીકે કાર્યભાર મહિલા સંભાળી શકશે તેવી મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ આ અંગેની માહિતી આપી છે પરંતુ સત્તાવાર રીતે જાહેરાત થવાની બાકી છે. 


ભારતીય નૌકાદળમાં મહિલાઓ બની શકશે કમાન્ડો 

ભારતીય સેના, નૌકાદળ તેમજ  એરફોર્સમાં એવી ટૂકડી તેમજ દળ હોય છે જેને વિશેષ ઓપરેશન માટે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ એકદમ સખત હોય છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ તાલીમ મહિલાઓને પણ આપવામાં આવશે. જો મહિલાઓ આ પરિક્ષામાં અને નક્કી કરાયેલા માપદંડમાં પાસ થશે તો તેમને નેવીમાં મરીન કમાન્ડોની પોસ્ટ આપવામાં આવી શકે છે. ભારતના સૈન્ય ઈતિહાસમાં આ ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સીધા જ વિશેષ બળમાં સામેલ નહીં કરવામાં આવે પરંતુ શરૂઆતના સમયે સ્વયંસેવક તરીકે કામ કરવું પડશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે