Womans IPL માટે વાયાકોમ-18એ ખરીદ્યા ડિજીટલ રાઈટ્સ, 951 કરોડ રુપિયાની લગાવી બોલી


  • Published By :
  • Published Date : 2023-01-16 19:13:58

Womans IPL 2023ને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે, તાજેતરમાં જ Womans IPLના બ્રોડકાસ્ટ રાઈટ્સ માટે ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રિલાઈન્સની કંપની વાયાકોમ-18એ બાજી મારી છે. વાયાકોમ-18એ આ રાઈટ્સ 951 કરોડ રુપિયામાં ખરીદ્યા છે. તેથી હવે Mans IPLની સાથે સાથે Woman IPLનું પ્રસારણ પણ વાયાકોમ-18 પર થશે.


જય શાહે ટ્વિટ કરી પાઠવ્યા અભિનંદન


આ મુદ્દે BCCIના સેક્રેટરી જય શાહે જાણકારી આપતા જણાવ્યું છે કે, વાયાકોમ-18એ BCCI અને  BCCI Womans પર ભરોસો દાખવા બદલ ખૂબ ખૂબ આભાર, જેનો મતલબ એ છે કે આગામી 5 વર્ષ (2023-27)સુધી પ્રતિ મેચ 7.09 કરોડ રુપિયા આપશે, આ મહિલા ક્રિકેટની નજરોમાં ખૂબ જ શાનદાર છે, આજે આ ઓક્શન એક ઐતિહાસિક જનાદેશ છે, આ ભારતમાં મહિલા ક્રિકેટના સશક્તિકરણ માટે એક મોટું અને નિર્ણાયક પગલું છે, જે બધી ઉંમરની મહિલાઓના ભાગીદારી સુનિશ્ચિત કરશે. આ ખરેખર એક નવી સવાર છે. 


પુરુષ આઈપીએલના રાઈટ્સ પણ વાયાકોમ-18 પાસે  


આ પહેલાં વાયાકોમ-18એ પુરુષ આઈપીએલના પણ ડિજીટલ રાઈટ્સ ખરીદ્યા હતાં. વાયાકોમ-18એ 23,758 કરોડ રુપિયામાં પુરુષ આઈપીએલ માટે ડિજીટલ રાઈટ્સ પોતાને કબજે લીધા હતા. તમને જણાવી દઈએ કે પુરુષ આઈપીએલના ડિજીટલ રાઈટ્સ કુલ ચાર પેકેજોમાં વેચવામાં આવ્યાં હતાં, જેમાંથી ત્રણ પેકેજોનાં રાઈટ્સ વાયાકોમ-18એ ખરીદ્યાં હતાં.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.