વિશ્વ બેંકની રિપોર્ટે ચિંતા વધારી, વૈશ્વિક મંદીની કરાઈ આગાહી, ગરીબ દેશો થશે પાયમાલ


  • Published By :
  • Published Date : 2023-01-11 21:00:35

દેશમાં મંદીની આશંકા ઘણા લાંબા સમયથી સાંભળવા મળે છે. તેનું અનુમાન દુનિયાની મોટી-મોટી કંપનીઓમાં શરૂ થયેલી છટણી પરથી પણ લગાવી શકાય છે. હવે વિશ્વ બેંકના રિપોર્ટમાં પણ વૈશ્વિક વિકાસ દરનું અનુમાન ઘટાડવાના સંકેતો આપ્યા છે. વિશ્વ બેંકે જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટમાં ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને 1.7 ટકા કરી દીધું છે. આ પહેલા વિશ્વ બેંકે ગ્રોથ રેટનું પુર્વાનુમાન 3 ટકા જાહેર કર્યું હતું.


1.7 ટકાના વિકાસ દરનું અનુમાન


વિશ્વ બેંકએ તેની રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા, ચીન, અને  યુરોપ જેવી દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓના વિકાસ દરમાં  ઘટાડાને પગલે વૈશ્વિક અર્થતંત્રો આ વર્ષે મંદીની એકદમ નજીક જઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને 2023 માટે ગ્લોબલ ઈકોનોમીનું વિકાસ અનુમાન ઘટાડીને 1.7 ટકા કરવામાં આવ્યું છે. આ આર્થિક વૃધ્ધીનું ત્રણ દાયકામાં સૌથી ઓછું અનુમાન છે. આ પહેલા 2008ની મંદી અને 2020માં કોરોનાના પ્રકોપના કારણે વિકાસ દરમાં મોટો ઘડાડો નોંધાયો હતો.


ગરીબ દેશો થશે બેહાલ


વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે મંદીની અસર ગરીબ દેશો પર સૌથી વધુ થશે. આફ્રિકા જેવા દેશો પર તેની સૌથી વધુ અસર થશે. આ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક માત્ર 1.2 ટકા જેટલી રહેવાનું અનુમાન છે. તેનાથી ગરીબી વધવાની આશંકા પણ વધી રહી છે. તે ઉપરાંત અમેરિકા-યુરોપમાં સતત વધી રહેલા વ્યાજ દર ગરીબ દેશોમાંથી મૂડી રોકાણને આકર્ષશે અને આ દેશોમાં ઈન્વેસ્ટમેન્ટનું સંકટ વધુ ચિંતાજનક બનશે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .