વર્ષ 2023માં આવનારી વૈશ્વિક મંદી માટે થઈ જાઓ તૈયાર, આ અગ્રણી સંસ્થાએ કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-29 17:29:09

વિશ્વમાં આગામી વર્ષે મંદી આવશે કે કેમ તેને લઈ અર્થશાસ્ત્રીઓમાં મતમતાંતર છે. જો કે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ એક બાબતે સંમત છે કે વર્ષ 2023 લોકો માટે કપરા ચઢાણ જેવું રહેશે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેશ રિસર્ચ (CEBR)ના જણાવ્યા મુજબ વર્ષ 2023માં વૈશ્વિક મંદી આવશે. 


મંદી અંગે CEBRનો રિપોર્ટ શું કહે છે?


CEBRના રિપોર્ટ મુજબ ઉંચા ફુગાવા દરને રોકવા માટે વિશ્વના વિવિધ દેશોની કેન્દ્રીય બેંકો વ્યાજ દર વધારી રહી છે. તેના પરિણામ સ્વરૂપે વૈશ્વિક અર્થતંત્રને આગામી વર્ષે મંદીનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મોંઘવારીનો દર હજુ પણ ઉંચો છે અને વ્યાજ દર વધારવામાં આવ્યો હોવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી.


IMFએ પણ મંદીની આશંકા વ્યક્ત કરી 


આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (International Monetary Fund-IMF)એ પણ તેના પૂર્વાનુમાનમાં નિરાશાજનક ચિત્ર બતાવ્યું છે. IMFએ ઓક્ટોબરમાં ચેતવણી આપી હતી કે વિશ્વ અર્થતંત્રનો એક તૃતિયાંશથી વધુ કોન્ટ્રાસ્ટ થશે અને વર્ષ 2023માં વૈશ્વિક જીડીપીના 2 ટકાથી ઓછી વધવાની શક્યતા 25 ટકા છે. જેને તે વૈશ્વિક મંદીના સ્વરૂપમાં પરિભાષિત કરે છે. 


અત્રે ઉલ્લેખનિય છે કે સેન્ટ્રર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેશ રિસર્ચ આઈએમેફ અને વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક પાસેથી તેનો આધાર ડેટા મેળવે છે. CEBR ગ્રોથ, મોંઘવારી અને વિનિમય દરોની ભવિષ્યવાણી કરવા માટે એક આંતરિક મોડલનો ઉપયોગ કરે છે. CEBRના રિસર્ચ પ્રમાણે ભારત 2035માં વિશ્વની ત્રીજી 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને વર્ષ 2032 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.