દર વર્ષે 2 Januaryએ મનાવાય છે World Introvert Day, જાણો કેવી રીતે થઈ આ દિવસને ઉજવવાની શરૂઆત?


  • Published By :
  • Published Date : 2024-01-02 15:56:39

સમાજ ભિન્ન લોકોથી બનેલો છે. કોઈ એકદમ જલ્દીથી લોકો સાથે  હળીમળી જોય છે તો કોઈ પોતાની દુનિયામાં જ મસ્ત હોય છે. કોઈ એકદમ વાતોડિયા સ્વભાવના હોય તો કોઈ એકદમ શાંત સ્વભાવના. કોઈ એકદમ હસમુખા હોય તો કોઈ એકદમ ધીરગંભીર હોય. આજે આવી વાતો એટલા માટે કરાઈ રહી છે કારણ કે આજની તારીખ અંતર્મુખી સ્વભાવ ધરાવતા લોકોને સમર્પિત છે. દર વર્ષે 2 જાન્યુઆરીના રોજ વિશ્વ અંતર્મુખ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

World Introvert Day 2024: Best Wishes, Images, Facebook & WhatsApp Status  to Share With Introvert Friends - News18


2 જાન્યુઆરીએ ઉજવાય છે વિશ્વ અંતર્મુખી દિવસ 

વિશ્વભરમાં અનેક દિવસો ઉજવાતા હોય છે. અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખી વિવિધ દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે દર વર્ષે 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખ દિવસ મનાવવામાં આવે છે. તે અંતર્મુખી લોકોની અસાધારણ લાક્ષણિકતાઓને સમજવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે સમર્પિત દિવસ છે. 



કેવા હોય છે અંતર્મુખી માણસો? 

અંતર્મુખી વ્યક્તિ એવી વ્યક્તિ હોય છે જે એકદામ શરમાળ, શાંત હોય છે. લોકો સાથે રહેવાને બદલે એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. વર્ષ 2011થી આ દિવસની ઉજવણી થવાની શરૂ થઈ જ્યારે ફેલિસીટાસ હેન્ને અંતર્મુખી એટલે કે Introvert લોકોની વિશેષતા વિશે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય લોકો તેમની કદર કરે તે હેતુથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી.  


શું છે દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ?

વિશ્વ અંતર્મુખ દિવસની શરૂઆત કંઈ આવી રીતે થઈ હતી. 2  જાન્યુઆરીએ "iPersonic" પર "Here's We Need A World Introvert Day" નામની બ્લોગ મનોવૈજ્ઞાનિક અને લેખક ફેલિસીટાસ હેય દ્વારા પોસ્ટ કરવામાં આવી. એ વાતને ધ્યાનમાં રાખી આ દિવસની ઉજવણી 2 જાન્યુઆરીએ કરવામાં આવે છે.  મહત્વનું છે કે અનેક એવા લોકો હશે જે અંતર્મુખી હશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે