ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, ન્યૂઝીલેન્ડ સામે હારીને શ્રીલંકા બહાર


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-03-13 13:17:36

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્રાઈસ્ટ ચર્ચમાં ન્યુઝીલેન્ડએ શ્રીલંકા સામે રમાયેલી પહેલી ટેસ્ટ જીતીને ભારતને ફાઈનલમાં પહોંચાડી દીધુ છે. ભારતને ફાઈનલમાં પહોંચવા માટે બે ટેસ્ટમાં કોઈ એકમાં શ્રીલંકાની હાર કે ડ્રોની જરૂર હતી. ન્યૂઝીલેન્ડએ લંકાની ટીમને હરાવીને ભારતને ખુશી આપી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચની કોઈ અસર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના સમીકરણો પર પડશે નહીં.


ભારત સતત બીજી વખત WTCની ફાઈનલમાં


ભારત સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. છેલ્લી વખત 2021માં તેને ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. આ વખતે ન્યૂઝીલેન્ડે તેને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી છે. આ વખતે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. જેમાં ભારત 2-1થી આગળ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં 7 થી 11 જૂન દરમિયાન રમાશે.


શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ મેચમાં શું થયું?


મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ પ્રથમ દાવમાં 355 રન બનાવ્યા હતા. આ સાથે જ ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 373 રન બનાવ્યા હતા. આ રીતે તેને પ્રથમ દાવમાં 18 રનની લીડ મળી હતી. શ્રીલંકાએ બીજા દાવમાં 302 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 285 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કેન વિલિયમ્સનની સદીની મદદથી શ્રીલંકાનો મેચના પાંચમા અને અંતિમ દિવસે છેલ્લા બોલે પરાજય થયો હતો.



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.