પશ્ચિમ બંગાળમાં વણસી પરિસ્થિતિ! અશાંત વાતાવરણ દરમિયાન હાવડા રેલવે સ્ટેશન બહાર થયો પથ્થરમારો, રેલવે સ્ટેશનને બંધ કરાયું


  • Published By :
  • Published Date : 2023-04-04 09:45:34

રામનવમીના દિવસથી શરૂ થયેલી હિંસા શાંત થવાનું નામ જ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે હિંસા ભડકી રહી છે. સતત ત્રીજા દિવસે હિંસા ભડકી રહી છે. હુગલીના રિશરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પર સોમવાર રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ પથ્થરમારો રેલવે સ્ટેશનના ગેટ નંબર 4 પાસે થયો હતો.

 

પશ્ચિમ બંગાળમાં હિંસાના માહોલે વધારી ચિંતા  

દેશમાં એક તરફ જ્યારે રામનવમી પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ રહી તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. બિહાર, પશ્ચિમ બંગાળ, મહારષ્ટ્ર સહિતના રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. રામનવમીને પૂર્ણ થયે અનેક દિવસો વીતી ગયા છે પરંતુ રાજ્યોમાં ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં રવિવાર રાત્રે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના ધારાસભ્યને પણ ઈજા પહોંચી હતી. હિંસા એટલી બધી ભડકી ઉઠી હતી કે વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી. ઉપરાંત પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલાને લઈ કોર્ટે સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. 


સોમવારે રાત્રે રિશરા રેલવે સ્ટેશન બહાર હિંસા ફાટી નીકળી! 

આ હિંસા જ્યાં હજી શાંત થઈ ન હતી ત્યારે તો પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. ત્રીજા દિવસે પણ હિંસા ભડકી ઉઠી હતી. મોડી રાત્રે હુગલીના રિશરા વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશન નજીક પથ્થરમારો કરવામાં આવતા રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. ભડેલી હિંસાને જોતા હાવડા-બર્જમાન રૂટ પર આવતી ટ્રેનોને રોકવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

दोनों गुटों के उपद्रवियों ने इलाके में आगजनी की, इसमें कई वाहन जलकर खाक हो गए।

રવિવારે ભડકેલી હિંસાની તસવીરો 


આ મામલે પોલીસ આવી એક્શન મોડમાં! 

સતત વધતી હિંસાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. પોલીસને તૈનાત કરવામાં આવી છે. મહત્વનું છે રામનવમીના દિવસે હિંસા ભડકી ઉઠી હતી. તે બાદ રવિવારે શોભાયાત્રા દરમિયાન અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બે જૂથ વચ્ચે શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર હિંસાનું રૂપ ધારણ કરી લીધું હતું. બગડતા માહોલને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આ મામલે 12 જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં  આવી છે. કલકતા હાઈકોર્ટે હાવડામાં સર્જાયેલી હિંસા અંગે રિપોર્ટ માગ્યો છે. જે મુજબ 5 એપ્રિલ સુધી સરકારે જવાબ કોર્ટને આપવો પડશે.            




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે