આંદોલન ખતમ કરવાની કુસ્તીબાજોએ કરી જાહેરાત, પહેલવાનોએ ટ્વિટ કરી આપી જાણકારી, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-26 15:08:38

દેશની રાજધાની દિલ્હીમાં ઘણા મહિનાઓથી પહેલવાનો WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. જંતર મંતર ખાતે ધરણા પર બેસી પૂર્વ અધ્યક્ષ વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેઓ ધરણા પ્રદર્શન ન કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે કુસ્તીબાજો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે રોડ પર લડાઈ ન લડી કોર્ટમાં લડાઈ લડશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.


અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર સાથે કરી હતી મુલાકાત  

બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કુસ્તીબાજો ઘણા મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. ઘણા મહિનાઓ માટે કુસ્તીબાજોએ જંતર મંતરને પોતાનું ઘર બનાવી લીધું હતું. ત્યારે થોડા સમયથી તેઓ ધરણા સ્થળ પર ધરણા નથી કરી રહેલા. જ્યારે કુસ્તીબાજો આંદોલન કરી રહ્યા હતા તે દરમિયાન અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. ત્યારે થોડા સમય પહેલા કુસ્તીબાજોએ અમિત શાહ સાથે અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. જે બાદ પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

ત્રણેય કુસ્તીબાજોએ ટ્વિટ કરી આપી જાણકારી   

નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે આજે કઈ દિશામાં આંદોલન જશે તે અંગે કુસ્તીબાજોએ એલાન કર્યું છે. મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક, બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટે ટ્વિટ આપી માહિતી આપી હતી. ત્રણેય કુસ્તીબાજોએ લખ્યું કે 7 જૂને સરકાર સાથે વાતચીત થઈ હતી. કુસ્તીબાજો સાથે આપેલા વચન બાદ, સરકારે મહિલા કુસ્તી ખેલાડીઓ દ્વારા રેસલર્સની જાતીય શોષણ અંગેની ફરિયાદ કરતા FIR નોંધી હતી. દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરી છે અને 15મી જૂને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કિસ્સામાં, કુસ્તીબાજોની કાનૂની લડાઈ કોર્ટમાં ચાલુ રહેશે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે