કુસ્તીબાજોએ મેડલ ગંગામાં વહાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો, સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-05-30 20:55:46

બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોએ હરિદ્વારમાં તેમના મેડલ ગંગામાં વહાવ્યા નથી. તેમણે ખેડૂત નેતા નરેશ ટિકૈતને મેડલ સોંપી દીધા છે. તમામ કુસ્તીબાજો હાલ દિલ્હી પરત ફરી રહ્યા છે. કુસ્તીબાજોએ જાહેરાત કરી હતી કે તેઓ આજે સાંજે 6 વાગ્યે તેમના મેડલ ગંગામાં વહાવી દેશે. કુસ્તીબાજો સાંજ થતાં સુધીમાં તો હરદ્વાર પહોંચી ગયા હતા. કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા અને આપના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ કુસ્તીબાજોને તેમના મેડલ ન વહાવવાની અપીલ કરી હતી. કુસ્તીબાજોને સમજાવવા માટે ખેડૂત આગેવાનો પણ હરિદ્વાર પહોંચ્યા હતા.


નરેશ ટિકૈતના સમજાવવાથી રેસલર પાછા ફર્યા


ભારતીય કિસાન યુનિયન ટિકૈતના રાષ્ટ્રીય પ્રવક્તા નરેશ ટિકૈત કુસ્તીબાજોને મળવા હરદ્વાર પહોંચ્યા હતા, તેમણે કુસ્તીબાજોને લાંબા સમય સુધી સમજાવ્યા હતા. તેમણે કુસ્તીબાજોને આશ્વાસન આપ્યું હતું કે તે કુસ્તીબાજોને ન્યાય અપાવવા માટે વાતચીત કરશે. નરેશ ટિકૈતે કુસ્તીબાજો પાસે 5 દિવસનો સમય માગ્યો છે. નરેશ ટિકૈતે ભરોસો આપ્યો તેના લગભગ અઢી કલાક બાદ કુસ્તીબાજો પરત ફર્યા હતા.


મેડલને વિસર્જીત ન કરવાની રાકેશ ટિકૈતની અપીલ  


ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં વિસર્જીત ન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, આ મેડલ દેશ અને ત્રિરંગાનું ગૌરવ છે.અમે તમામ કુસ્તીબાજોને વિનંતી કરીએ છીએ કે આવું પગલું ન ભરે. તમે તમારી રમતથી દેશને ગૌરવ અપાવ્યું છે અમે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને વિનંતી કરીએ છીએ કે તેઓ આ બાબતને ધ્યાને લે અને જલદી કુસ્તીબાજો સાથે વાતચીત કરે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે