પહેલવાનોએ કરી અમિત શાહ સાથે બેઠક! શું સ્વીકારાશે કુસ્તીબાજોની માગ? અમિત શાહે કુસ્તીબાજોને શેની આપી ખાતરી?


  • Published By :
  • Published Date : 2023-06-05 13:51:27

કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આ મામલે રોજે કોઈને કોઈ અપડેટ આવી રહ્યા છે. ત્યારે કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે તેવા સમાચારો સામે આવી છે. અમિત શાહના નિવાસસ્થાને શનિવાર રાત્રે આ મિટીંગ થઈ હતી અને લગભગ ડોઢ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત અનેક કુસ્તીબાજો હાજર રહ્યા હતા. એવી માહિતી પણ સામે આવી રહી છે કે અમિત શાહે ભેદભાવ વગર આ મામલે તપાસ કરાશે તેવી ખાતરી આપી છે.  


અનેક ખેલાડીઓએ આપ્યું છે કુસ્તીબાજોને સમર્થન!

લાંબા સમયથી બીજેપીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજો ધરણાના મેદાનમાં ઉતર્યા છે. યૌન શોષણના આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં તેવી માગ સાથે ઘણા દિવસો સુધી દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. બ્રિજભૂષણ વિરૂદ્ધ કેસ દાખલ કરાવવા પહેલવાનોએ સુપ્રીમ કોર્ટ જવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ધરણા દરમિયાન પહેલવાનોને અનેક રાજકીય પાર્ટીના નેતાઓનું સમર્થન મળ્યું ઉપરાંત વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. 


અમિત શાહ સાથે કુસ્તીબાજોએ કરી બેઠક! 

આ મામલે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. પીએમ મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓ આ મામલે કેમ મૌન છે તેવા અનેક પ્રશ્નો કોંગ્રેસના નેતાઓ દ્વારા વારંવાર પૂછવામાં આવ્યા હતા. ત્યારે અમિત શાહે કુસ્તીબાજો સાથે બેઠક કરી છે તેવા સમાચાર સામે આવ્યા છે.  અમિત શાહ સમક્ષ બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી માગ કુસ્તીબાજોએ રાખી છે. શનિવારે યોજાયેલી મીટિંગમાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત અનેક કોચ હાજર રહ્યા હતા. દોઢ બે કલાક સુધી બેઠક ચાલી હતી. બેઠક દરમિયાન અમિત શાહે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી કુસ્તીબાજોને આપી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? અને જો કાર્યવાહી કરવામાં આવશે તો કેવી કરાશે?  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.