દિલ્હીના જંતર-મંતર પર હોબાળો, સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોની પોલીસે કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-05-28 16:48:25

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયેલા વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અને બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોની પોલીસે અટકાયત કરી છે. આ પહેલવાનો પોલીસને ઘેરો તોડીને સંસદ ભવનની સામે મહાપંચાયત કરવા માટે જઈ રહ્યા હતા. જો કે આવું કરે તે પહેલા જ પોલીસે તેમને રોકી લીધા હતા. પહેલવાનોનું કહેવું છે કે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ સરઘસ કાઢવાના હતા અને આ અમારો અધિકાર પણ છે.

 

કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ


વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે અને પહેલવાનોએ એકબીજાને ધક્કા પણ માર્યા હતા. વિનેશ ફોગાટ અને તેની બહેન સંગીતા ફોગાટે બેરિકેડ તોડવાના પ્ર યાસો કર્યા હતા. પોલીસે તમામ પહેલવાનોની બળપૂર્વક અટકાયત કરી હતી અને તેમને જબરદસ્તી બસોમાં બેસાડ્યા હતા. 


મહાપંચાયત ચોક્ક્સ થશે- બજરંગ પુનિયા


કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે આજે મહાપંચાયત જરૂર થશે. અમે તેની મંજુરી માટે અરજી કરી હતી. પોલીસ અમરા લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. પૂનિયાએ આરોપ લગાવ્યો કે પોલીસે અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે. અમે સ્વાભિમાન માટે લડી રહ્યા છિએ, પરંતુ દેશમાં લોકશાહીની હત્યા કરી રહ્યા છે. અમે વહીવટી તંત્રને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા લોકોને મુક્ત કરવાની માગ કરીએ છિએ.  


હજારો પોલીસકર્મીઓ તૈનાત કરાયા


પહેલવાનો દ્વારા મહિલા સન્માન મહાપંચાયતનું આહવાન કરાયા બાદ દિલ્હી સ્થિત જંતર-મંતર પર કડક સુરક્ષા બંદોબસ્ત કર્યો હતો. હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, અનેક સ્થળોએ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. સંસદ ભવનથી લગભગ બે કિમી દુર બેસીને પ્રદર્શન કરી રહેલા પહેલવાનોનું  કહેવું હતું કે અમે કોઈ પણ કિંમત પર નવા સંસદ ભવન નજીક મહાપંચાયત કરીશું જ 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.