આખરે સરકાર ઝુકી, WFI ચીફ બ્રિજભૂષણ સિંહ સામેના આરોપોની તપાસ 5 સભ્યોની કમિટી કરશે


  • Published By :
  • Published Date : 2023-01-23 17:33:30

દેશની મહિલાઓ પહેલવાનોના યૌન શૌષણના મુદ્દે દેશના પહેલવાનો અને કુસ્તી સંઘના બરખાસ્ત પ્રેસિડન્ટ બ્રિજભૂષણ સિંહ આમને-સામને આવી ગયા છે. જો કે હવે પહેલવાનોના ધરણા અને વિરોધ પ્રદર્શનોની સરકારે નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે હવે  બ્રિજભૂષણ સિંહ સામેના આરોપો અંગે તપાસ કરવા માટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે.


મેરી કોમની આગેવાનીમાં 5 સભ્યોની કમિટી 


બ્રિજભૂષણ સિંહ સામેના આરોપોની તપાસ માટે ખેલ મંત્રાલય દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. ખેલ મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે એક મોનિટરિંગ કમિટિની જાહેરાત કરી હતી. પાંચ સભ્યોની આ સમિતીની આગેવાની પૂર્વ બોક્સર મેરી કોમ કરશે. પાંચ સભ્યોની કમિટીમાં ઓલિમ્પિયન કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત તૃપ્તિ મુરુગંદે, કેપ્ટન ગોપાલન, રાધા શ્રીમાનનો સમાવેશ થાય છે. મેરી કોમની આગેવાનીવાળી ઓવરસાઈટ કમિટીને કુશ્તી સંઘનું કામકાજ સંભાળવાની પણ જવબાદરી સોંપવામાં આવી છે. 


દેશના આ અગ્રણી પહેલવાનોએ કર્યો હતો વિરોધ


WFI ચીફ બ્રિજભૂષણ સિંહની સામે દિલ્હીના જંતર-મંતર પર ધરણા શરુ કર્યાં હતા. જેમાં દેશના અગ્રણી મહિલા અને પુરૂષ પહેલવાનો જેવા કે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયા, અંશુ મલિક, સંગીતા ફોગાટ અને સોનમ મલિક સહિતના 30 કુસ્તીબાજો જોડાયા હતા. વિનેશ ફોગાટનો આરોપ હતો કે બ્રિજભૂષણે મહિલાઓ પહેલવાનોનું યૌન શૌષણ કર્યું છે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ પર જાતીય સતામણી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને તેમને બરતરફ કરવાની માગ કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે