રાહુલ ગાંધીની હાજરીમાં રાષ્ટ્રગીતને બદલે ખોટું ગીત વગાડવામાં આવ્યું, ભાજપે કોંગ્રેસના નેતા પર ઉઠાવ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2022-11-17 09:57:43

બુધવારે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીતને બદલે બીજું ગીત વગાડવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો.

Wrong National Anthem? 'What is this, Rahul Gandhi?' BJP leaders slam.  Watch | Latest News India - Hindustan Times

બુધવારે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીતને બદલે ખોટું ગીત વગાડવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ભાજપના નેતાઓએ આ ભૂલ માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા હતા.

મહારાષ્ટ્ર બીજેપી નેતા નિતેશ રાણેએ પણ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો અને ટ્વિટ કર્યું કે રાહુલનું કોમેડી સર્કસ. તમિલનાડુના બીજેપી નેતા અમર પ્રસાદ રેડ્ડીએ પણ આ જ વીડિયો શેર કર્યો અને લખ્યું કે રાહુલ ગાંધી, આ શું છે?




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે