WTC Final : ચોથા દિવસના અંતે ભારત 164/3, જીતવા માટે 280 રનની જરુર


  • Published By :
  • Published Date : 2023-06-11 12:40:01

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં ચોથા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા છે અને ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 97 ઓવરમાં 280 રન કરવાની જરુર છે. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ 270/8 ના સ્કોર પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો અને ભારતને 444 રનનો લક્ષ્ય આપ્યો હતો.જેના જવાબમાં ભારતીય ટીમે ચોથા દિવસના ત્રીજા સેશનના અંત સુધીમાં 3 વિકેટના નુકસાને 164 રન બનાવી દીધા હતા. 

 

ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 7 વિકેટની જરુર


ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજા સેશનના અંત સુધીમાં 270 રન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો, જે બાદ ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા 60 બોલમાં 43 રન, શુભમન ગિલ 19 બોલમાં 18 રન અને ચેતેશ્વર પૂજારા 47 બોલમાં 27 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે હાલ વિરાટ કોહલી 60 બોલમાં 44 રન અણનમ અને અજિંક્ય રહાણે 59 બોલમાં 20 રન અણનમ સાથે હાલ રમતમાં છે. તેથી મેચના છેલ્લા દિવસે ભારતીય ટીમને વિશ્વ વિજેતા બનવું હોય તો 97 ઓવરમાં 280 રન બનાવવા પડશે, જ્યારે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય તો તેણે ભારતને ઓલ આઉટ કરવું પડશે એટલે કે તેને 7 વિકેટની જરુર છે. 


મેચના છેલ્લા દિવસે પડી શકે છે વરસાદ 


ઓવલમાં મેચના છેલ્લા દિવસે વરસાદની પણ સંભાવના છે, જેથી ટીમ ઈન્ડિયાને આજે ભેજવાળા વાતાવરણમાં બેટિંગ કરવી પડી શકે છે, જે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ભેજવાળા વાતાવરણમાં પીચ ધીમી પડવાની સંભાવના પણ છે. જ્યારે વધુ વરસાદ પડે અને મેચ ડ્રો થાય તો ટ્રોફી બંને ટીમો વચ્ચે શેર કરવામાં આવશે.



ગુજરાતની 25 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.. પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. વધારે મતદાન કરવા માટે તેમણે જનતાને અપીલ કરી છે.

આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...