ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લોકોને આપી મોટી ભેટ, 5 વર્ષના તમામ ટ્રાફિક ચલણ કેન્સલ, તમામ વાહનો પર નિયમ લાગુ


  • Published By :
  • Published Date : 2023-06-09 22:38:58

યોગી સરકારે રાજ્યના પેસેન્જર અને કોમર્શિયલ વાહન માલિકોને મોટી ભેટ આપી છે. યોગી સરકારે UPમાં વાહન માલિકોના ચલણ રદ કરી દીધા છે અને લાંબા સમયથી ચલણ ન ભરનારા માલિકોને રાહત આપી છે. સીએમ યોગીના આ નિર્ણયથી રાજ્યના લાખો વાહન માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ટ્રાફિકના અલગ-અલગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ વસૂલવામાં આવેલા ડ્રાઇવરો માટે આ સારા સમાચાર છે. આવી સ્થિતિમાં, ઉત્તર પ્રદેશમાં 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 વચ્ચેના સમયગાળામાં જેટલા પણ ચલણ કાપવામાં આવ્યા છે તે તમામ ચલણ રદ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત રાજ્યની વિવિધ કોર્ટમાં જે કેસ પેન્ડીંગ છે તે તમામ વાહનો પર આ નિયમ લાગુ પડે છે. 


ટ્રાન્સપોર્ટ કમિશનરે આપ્યો આદેશ


ટ્રાન્સપોર્ટ કમિશનર ચંદ્ર ભૂષણ સિંહે તમામ વિભાગીય પરિવહન અધિકારીઓને કોર્ટમાં સબકમિટીના કેસોની યાદી મળ્યા બાદ પોર્ટલ પરથી આ ચલણો કાઢી નાખવા સૂચના આપી છે. યુપી સરકારના આ પગલાથી બાકીના લોકોને મોટી રાહત મળશે. આ અંગેની સૂચનાઓ સરકાર દ્વારા તમામ વિભાગીય પરિવહન કચેરીઓને મોકલી દેવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટમાં પેન્ડિંગ ચલાનની યાદી મળ્યા બાદ તેને ઈ-ચલાન પોર્ટલ પરથી હટાવી દેવામાં આવે. આદેશ અનુસાર, 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા દરમિયાન કાપવામાં આવેલા ચલણને રદ કરવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશ ઓર્ડિનન્સ નંબર 2 જૂન 2023 દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કે જૂના પેન્ડિંગ ચલણો રદ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનિય છે કે નોઈડામાં ખેડૂતો આ રીતે ચલણ રદ કરવાની માંગ સાથે ધરણા કરી રહ્યા હતા. આ રીતે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કરોડો લોકોના ચલણ માફ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે