આપ ફરી વિવાદમાં આવ્યા નવરાત્રીના પાસમાં આપના જિલ્લા પ્રમુખનો ફોટો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 15:28:20

 

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે એમ એમ રાજકારણ ગરમાતુ જાય છે. લોકો સુધી પોહચવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે લુણાવાડા ઇન્દિરા મેદાનમાં મહીસાગર ગરબા ઉત્સવ સમિતિ અને જિલ્લા વહિવટીતંત્રના આયોજનમાં ગરબામાં આગામી વિધાનસભાને અનુલક્ષી અનોખો ઓળખ છુપાવી પ્રચારમાં રહેવાનો રાજકીય રંગ લાગ્યો છે. ગરબાના સ્પોન્સર બનતા અંગે ભાજપને વખતે પાછળ મૂકી મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની સંસ્થા પાસ સ્પોન્સર બની છે. વહીવટી તંત્ર આયોજિત ગરબા મહોત્સવમાં આપના જિલ્લા પ્રમુખનો એન્ટ્રી પાસ ઉપર ફોટો લગાવતા મોટો વિવાદ સામે આવ્યો છે.

 

આપની તૈયારીયો

એક તરફ ગુજરાતમાં નવરાત્રીનો માહોલ છે ત્યાં બીજી તરફ ચુંટણીને લઈને પણ જોશ છે. એટલે નવરાત્રી તહેવારને ચુંટણી સાથે જોડવામાં આવી રહી છે.  નવરાત્રિના પાસમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ફોટો છાપતાં વિવાદ સામે આવ્યો છે. મહીસાગર વહીવટી તંત્રએ આપ્યો એક મોકો આપ પાર્ટીના જિલ્લા પ્રમુખને અને વિવાદનો મુદ્દો સામે આવ્યો છે. અને જેના કારણે વિપક્ષના કાર્યકરોમાં રોષ ભર્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે