'તમે તો સની દેઓલ જેવા લાગો છો,' ગદર-2 ફિલ્મના શુટિંગ દરમિયાન કોણે સની દેઓલને કહ્યું આવું? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-03-06 14:04:45

થોડા સમય બાદ સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર-2 આવી રહી છે. આ ફિલ્મને લઈ સની દેઓલ હાલ ચર્ચામાં છે. સની દેઓલે શૂટિંગ સમયનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક ખેડૂત સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. બળદગાડામાં ચારો લઈ જઈ રહેલા વ્યક્તિએ સની દેઓલને કહ્યું કે તમે સની દેઓલ જેવા લાગી રહ્યા છો. તો જવાબ આપતા તેમણે કહ્યું કે મેં વો હીં હું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો  

ગદર-2ની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે બાદ ફેન્સમાં આ ફિલ્મને લઈ આતુરતા જોવા મળી રહી છે. ગદર ફિલ્મમાં સની દેઓલ દ્વારા કરવામાં આવેલા પાત્ર આજે પણ લોકોના દિલમાં વસે છે. હાલ આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન સોશિયલ મીડિયા પર એકટરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે. 


વ્યક્તિ ન ઓળખી શક્યો સની દેઓલને !

ગદર-2 ફિલ્મનું શુટિંગ મહારાષ્ટ્રના એક ગામમાં ચાલી રહ્યું હતું. શુટિંગ દરમિયાન સની દેઓલ બળદગાડામાં ચારો લઈ જઈ રહેલા વ્યક્તિની સાથે સની દેઓલની ટીમ વાતચીત કરી રહી હતી તે દરમિયાન સની દેઓલ ત્યાં આવી ગયા.પેલા વ્યક્તિએ કહ્યું કે તમે તો સની દેઓલ જેવા લાગો છો. વ્યક્તિને ખબર જ ન હતી કે તે સની દેઓલની સાથે જ વાત કરી રહ્યો છે. બળદગાડા પર આવેલા વ્યક્તિને કહ્યું કે હું એ જ છું. આ વાત સાંભળી વ્યક્તિ શરમાઈ ગયો.એક્ટરે રવિવારે આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ગદર-2 ફિલ્મ ઓગષ્ટ મહિનામાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈ ફેન્સમાં આતુરતા જોવા મળી રહી છે.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે