યુવરાજસિંહે પાલીવાલો પાસેથી ૫ કરોડ રૂપિયા લીધા! શરદ પનોતની પત્નીના આરોપ!


  • Published By :
  • Published Date : 2023-05-05 20:41:54

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં એક જ ચર્ચા છે અને તે છે ડમીકાંડ અને તોડકાંડ પણ આ તોડકાંડમાં યુવરાજસિંહ સિવાય જો કોઈ નામ  સૌથી વધુ ચર્ચામાં હોય તો એ છે શરદ પનોત.જે આ કેસમાં મુખ્ય આરોપી છે . શરદ પનોત પર વિવિધ સરકારી ભરતીની પરીક્ષામાં એક સાચા ઉમેદવારના સ્થાને ડમી ઉમેદવાર બેસાડીને આખી સરકારી સિસ્ટમની આંખોમાં ધૂળ નાખવાનો આરોપ છે.ભાવનગર પોલીસે 14 એપ્રિલ 2023ના રોજ ડમીકાંડની જે ફરિયાદ નોંધી તેમાં 36 આરોપીઓની યાદીમાં શરદ પનોત મુખ્યઆરોપી છે.


તોડકાંડ અને ડમીકાંડ ખૂલ્યા બાદ હજારો સવાલ હતા અને તે સવાલના જવાબ શોધવા "જમાવટ"ની ટીમ ભાવનગર પહોંચી અને સૌથી પહેલા મળ્યા ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોંતના પત્ની મીના પનોતે અને શરદના પત્નીએ જે તર્ક આપ્યા છે તે ગળે ઉતરી શકે તેમ ન હતા મીના પનોતે અમારી સાથે વાતચીત દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા!


અમારી ટીમ જ્યારે શરદના ઘરે ગઈ તો ત્યાં શરદ પનોતનાં પત્ની મીના પનોત, શરદનાં વૃદ્ધ માતા તેમજ શરદની બે દીકરીઓ એમ ચાર સભ્યો હાજર હતા.પહેલી વાર જોતાં સામાન્ય મધ્યમવર્ગનું પરિવાર લાગ્યું ઘર પણ એવુ જ હતું પહેલા તો અમને મળવાની ના કહી દીધી પછી અમે વાત કરી તો સામે આવ્યું કે પોલીસે એમને ના પાડી છે કે મીડિયામાં તમે કોઈ ઇન્ટરવ્યુ આપશો નહીં પછી ઘણું સમજાવ્યા પછી અમારી સાથે વાત કરવા તૈયાર થયા અને પછી અમે તમામ સવાલના જવાબ લેવાનો પ્રયાસ કર્યો છે 


શરદ પનોત પર લાગેલા આરોપ અંગે પત્નીએ શું કહ્યું?

મીના પનોતને તેમના પતિ પર લાગેલા ગંભીર આરોપ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું," માર પતિ પર ખોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે એમે કઈ જાણતા નથી ખબર નહીં કેમ અને કોને તેમને મુખ્ય આરોપી બનાવી દીધા પણ મારો પતિ તો સવારે 10 વાગે નોકરી પર જાય ને રાતે પાછા આવે એની પાસે આ ધંધા કરવાનો ટાઈમ જ ન હતો એને ખોટો ફસાવામાં આવે છે"


"મારી દીકરીના મોઢા મોઢામાંથી કોળીયા કાઢી મિલન બારૈયાને ભણાવ્યો છે"

ડમીકાંડના એક આરોપી મિલન બારૈયા અને તેના ઘરના ઘણા વીડિયો તેમજ તસવીરો હાલમાં ચર્ચામાં છે કારણ કે મિલન બારૈયાની ઘરની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે. મિલન બારૈયાએ નવ જેટલી પરીક્ષા ડમી તરીકે આપીને લોકોને નોકરી પર લગાડ્યા હોવાનો આરોપ છે. એક સમયે મિલન ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોતનો તેજસ્વી વિદ્યાર્થી હતો, જેનો શરદે માત્ર 20થી 25 હજાર રૂપિયા એક પરીક્ષા દીઠ આપીને તેનો ડમી તરીકે ઉપયોગ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. અમે જ્યારે મિલન બારૈયા અંગે મીના પનોતને સવાલ કર્યો તો તેમણે કહ્યું, 'ભૂતકાળમાં મિલનને તો ફી ભરવાની થાય ત્યારે પણ અમને ફોન કરીને કહેતા હતા કે સાહેબ આટલી ફી ભરવાની છે. તમે આવીને ફી ભરી જાવ. જ્યાં પણ મિલનને ટ્યૂશનમાં મૂક્યો ત્યાં તેના પપ્પા પણ સાથે જ હતા. મિલનનાં માતા-પિતા એમ કહે છે કે અમને ખબર ન હતી, મિલન હીરો હતો અને શરદ પનોતે તેની સાથે ખોટું કર્યું, પરંતુ અમારી પાસે એટલા બધા રૂપિયા ન હોવા છતાં પણ અમે તેના ભણવાનો બધો ખર્ચો કર્યો છે. અમારે પણ બે દીકરીઓ છે. એક સાત વર્ષની છે, એક પાંચ વર્ષની છે.'મારી દીકરીના મોઢામાંથી કોળીયા કાઢી મિલન બારૈયાને ભણાવ્યો છે"



પી કે તો શરદ પનોતનો ભાઈ નીકળ્યો!

જ્યારે શરદના પત્નીને અમે પૂછ્યું કે તમારા પતિનું નામ આ કેસમાં કઈ રીતે આવ્યું તો તેમણે આખી કહાની કહી કે " પ્રકાશ દવે મારા જેઠ થાય છે એને યુવરાજ સિંહે ફોન કર્યો હતો કે એ વિધ્યાર્થીઓના નામ આપવાના છે તો પીકે (પ્રકાશ દવે) મારા પતિને ફોન કરીને સલાહ માંગી હતી પણ અમે કોઈ પૈસા આપ્યા નથી અને અમે આમાં કશું જાણતા પણ નથી તપાસમાં શું નિકડ્યું એ પણ પોલીસ કહેતી નથી અમારું ઘર પણ ફેંદયું હતું પણ કઈ મળ્યું ન હતું"


યુવરાજ સિંહે 5 કરોડ લીધા છે

મીના પનોતે એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું," અમારા સમાજમાં એવી વાતો થાય છે જે યુવરાજ સિંહ પાલીવાલ બ્રાહ્મણ પાસેથી આ રીતે પાંચ કરોડ રૂપિયા કમાઈ ગયો છે ત્યાર બાદ તેણે ડમીકાંડનો ભાંડો ફોડ્યો છે. જે પણ લોકો પાસેથી રૂપિયા લીધા છે, તે લોકો હાલમાં વ્યાજ ભરે છે. હવે તો ઘણાની નોકરી જતી રહી અને જેલમાં જવાનો વારો આવ્યો છે. આ યુવરાજસિંહએ અત્યારે જે પણ કર્યું એ રૂપિયા કમાવવા માટે જ કર્યું છે"


"મારા પતિએ તો પહેલાથી મજૂરી કરી છે"

'મારા સસરા બીમાર હતા, તેઓ પથારીવશ જ રહેતા હતા, એ સમયે મારા પતિના બધા ભાઈઓ નાના હતા. દવાના પણ રૂપિયા ન હતા. એવી અમારા ઘરની પરિસ્થિતિ હતી. મારા પતિ ભણતા હતા ત્યારે કોલેજની ફી ભરવાના પણ પૈસા ન હતા. સાવ ગરીબ પરિસ્થિતિ હતી. મારા પતિએ તો એમના ચાર ભાઈઓ, બહેનોને મોટાં કર્યાં અને ભણાવ્યાં. મારા પતિ શરદ પનોતે જાતમહેનતથી નોકરી મેળવી છે. હવે આવા બધા આરોપ લાગે તો માણસ શું કરે? અમે અત્યારે જે ઘરમાં રહીએ છીએ એ પણ મારા જેઠના નામે છે ' જ્યારે મીના પનોત શરદને મળવા જેલમાં ગયા ત્યારે પણ સરખી કઈ વાત નહોતી થઈ તેવું કહ્યું પછી ભાવુક થઈને મીના પનોતે કહ્યું 'અત્યારે ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મારા પતિ હાલ જેલમાં છે, હાલ અમારા ઘરમાં કમાનાર કોઈ છે નહીં તો અમારે કરવાનું શું? કોર્ટે તો કહી દીધું કે આટલા મહિના જેલમાં રહેવું પડશે, આટલા સમય સુધી મારી દીકરીઓનું કેવી રીતે પૂરું કરવું કોર્ટને અપીલ કરું છું કે મારા પતિને છોડી અમારા સામે નહીં તો અમારી દીકરિઓ સામે તો જુઓ?"




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .