પાકિસ્તાનને નોટબંધી પછી બીજી વિચિત્ર સલાહ: પરમાણું બોમ્બ વેચી નાખો, અબજો ડોલર મળશે!


  • Published By :
  • Published Date : 2023-06-06 18:42:07

1. કરોડોમાં વેચાશે હિટલરની પેન્સિલ

ઇતિહાસના સૌથી મોટા તાનાશાહમાંના એક એવા એડોલ્ફ હિટલરની ચાંદીની પેન્સિલની આયર્લેન્ડમાં હરાજી થશે.. આ એક ખાસ પ્રકારની પેન્સિલ છે.. જે હિટલરની ગર્લફ્રેન્ડ ઇવા બ્રાઉને તેના 52મા જન્મદિવસ પર ભેટમાં આપી હતી.. હરાજીમાં આ પેન્સિલની લગભગ એક કરોડ રૂપિયા સુધીમાં બોલી લાગી શકે તેવી શક્યતાઓ છે..


2. દેવાળિયા પાકને પરમાણુ બોંબ વેચવાની સલાહ

પાકિસ્તાન દેવાળિયુ જાહેર થવાના આરે છે અને આ સ્થિતિને ટાળવા માટે પાકિસ્તાન દુનિયાભરને નાણાકીય મદદ કરવા આજીજીઓ કરી રહ્યુ છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના નિકટના મનાતા રાજકીય વિશ્લેષક ઝૈદ હમિદે નિવેદન આપ્યું છે કે પાકિસ્તાને પોતાના ન્યુક્લિયર બોમ્બ સાઉદી અરબ અને તુર્કીને વેચવા જોઈએ.જો સાઉદી અરબ અને તુર્કીને પાંચ-પાંચ પરમાણુ બોમ્બ પણ પાકિસ્તાન વેચે તો બંને દેશો 50 અબજ ડોલર તો એક જ કલાકમાં આપી દેશે.


3. રાષ્ટ્ર્પતિ દ્રૌપદી મૂર્મુને સુરીનામ દેશમાં સન્માનિત કરાયા

 રાષ્ટ્ર્પતિ દ્રૌપદી મૂર્મુને સુરીનામ દેશના સર્વોચ્ચ સન્માન ગ્રેન્ડ ઓર્ડર ઓફ ધ ચેઇન ઓફ ધ યલો સ્ટાર વડે  સન્માનિત કરવામાં આવ્યા છે.. સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ આ એવોર્ડ તેમને એનાયત કર્યો હતો.. રાષ્ટ્ર્પતિ દ્રૌપદી મૂર્મુની સુરીનામ દેશની મુલાકાત દરમિયાન ભારત અને સુરીનામ વચ્ચે કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે 4 MOU કરવામાં આવ્યા છે.. 


4. રશિયાએ યુક્રેનમાં ડેમ ઉડાવી દીધો

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે હવે યુક્રેન પર પૂરનું જોખમ તોળાયું છે.. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેનનો સૌથી મોટો ડેમ કાખોવકા ડેમ પર એટેક કર્યો હતો.. જેને કારણે આ ડેમને મોટું નુકસાન થયું છે..  અંદાજે 80 ગામોમાં પૂર આવે તેવી શક્યતાઓ છે.. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ઇમરજન્સી બેઠક બોલાવી છે..જેમાં પૂરથી લોકોને બચાવવા શું કામગીરી થઇ શકે.. આ ડેમ યુક્રેનના જે પ્રદેશ પર આવેલો છે તે હાલ રશિયાના કબજા હેઠળ છે.. કાખોવકા ડેમમાંથી ક્રિમિયા અને ઝાપોરેઝિયા ન્યુક્લિયર પ્લાન્ટને પાણી પૂરું પાડવામાં આવે છે.. 


5. ભારત-રશિયા વચ્ચેના સંબંધોથી જર્મનીને ખતરો

ભારત અને જર્મની વચ્ચે 43 હજાર કરોડ રૂપિયામાં ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન માટે ડીલ થઇ શકે છે.. જર્મનીના સંરક્ષણપ્રધાન બોરિસ પિસ્ટોરિયસ 4 દિવસના પ્રવાસે આવી રહ્યા છે.. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોનની ટેકનોલોજીની આપ-લે માટે પણ ચર્ચા થશે.. આ મુલાકાત પહેલા બોરિસ પિસ્ટોરિસે એક મોટું નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું છે હથિયારો, એરફોર્સના વિમાનો ખરીદવા માટે ભારત રશિયા પર આધારિત છે, ઉપરાંત  ભારત રશિયા પાસે કાચું તેલ પણ ખરીદી રહ્યું છે.. આ બાબતોથી ભારત અને જર્મનીના સંબંધોને નુકસાન થઇ શકે છે.. 


6. પાક.સેનાના પૂર્વ વડાનું વિદેશમાં અપમાન

પાકિસ્તાન આર્મીના પૂર્વ વડા જાવેદ કમર બાજવાને તેમની પત્નીની હાજરીમાં જ એક અજાણ્યા શખ્સે અપમાનિત કર્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.. જાવેદ કમર  બાજવા હાલમાં તેમની પત્ની સાથે ફ્રાન્સમાં છે.. જ્યાં તેમને એક વ્યક્તિ મળે છે.. અને તે વ્યક્તિ તેમની સાથે વાતચીતમાં અફઘાનિસ્તાનમાં જેહાદ માટે કમર બાજવાને જવાબદાર ઠેરવી રહ્યો છે..  સામે બાજવા તેને જવાબ આપી રહ્યા છે કે હવે તે સેનાપ્રમુખ  નથી તેમ છતાં એ વ્યક્તિ તેમને ધમકાવે છે.. એક પાકિસ્તાની પત્રકારે આ મુદ્દો ફ્રાન્સના રાજદ્વારી સામે ઉઠાવી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.. 


7. માઇક પેન્સ લડશે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી

અમેરિકાના 48મા ઉપરાષ્ટ્રપતિ અને ઇન્ડિયાના સ્ટેટના ગવર્નર રહી ચુકેલા માઇક પેન્સ હવે વર્ષ 2024માં થનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી કરશે.. માઇક પેન્સ રિપબ્લીકન પક્ષ તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ચૂંટણી લડશે..


8. માઇક્રોસોફ્ટને 20 મિલિયન ડોલરનો દંડ

અમેરિકાની સરકારે માઇક્રોસોફ્ટ કંપની પર દંડ ફટકાર્યો છે.. માઇક્રોસોફ્ટે પ્રાઇવસી નિયમોના ભંગ બદલ 20 મિલિયન ડોલરનો દંડ ભરવો પડશે.. માઇક્રોસોફ્ટની ગેમિંગ સિસ્ટમ XBOX પર જે બાળકોએ સાઇન અપ કર્યુ હોય તેમનો પર્સનલ ડેટા કંપનીએ ચોરી કર્યો હોવાનો કંપની પર આરોપ લાગ્યો છે.. કંપનીએ વર્ષ 2015થી 2020 સુધી ગેમિંગ એપમાંથી બાળકોનો ડેટા એકત્ર કર્યો હતો .. જે અંગે કન્ઝ્યુમર પ્રોટેક્શન બ્યુરોમાં ફરિયાદ થઇ હતી 


9. "ભારતની લોકશાહી દિલ્હીમાં જઇને જોઇ આવો"

રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ બાદ ભારતના લોકતંત્રને લઈને અમેરિકાના મીડિયાએ સવાલો ઉઠાવતા અમેરિકા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું- ભારત એક લોકતાંત્રિક દેશ છે જે સતત વિકાસ કરી રહ્યો છે. નવી દિલ્હીની મુલાકાત લેનાર કોઈપણ તેને જોઈ અને અનુભવી શકે છે. પીએમ મોદી પણ 21થી 24 જૂન સુધી  અમેરિકાના પ્રવાસે જવાના  છે.. જે દરમિયાન બંને દેશો વચ્ચે ફાઇટર જેટ્સને લઇને ડીલ થઇ શકે છે.. 


10. અમેરિકાનું મિસ્ટ્રી વિમાન વર્જિનિયામાં ક્રેશ થયું

અમેરિકાના વોશિંગ્ટનની એર સ્પેસમાં એરફોર્સના જવાનોને એક અજાણ્યું વિમાન ફરતું દેખાયું.. જે પછી જવાનોએ તેનો પીછો કરતા આ વિમાન વર્જિનિયામાં ક્રેશ થઇ ગયું હતું.. અને વિમાનમાં સવાર 4 લોકોના મોત થયા હતા..અમેરિકન ફાઇટર જેટના અધિકારીઓએ વિમાનના પાયલોટ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમના તરફથી કોઇ જવાબ મળ્યો ન હતો



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.