Gujaratમાં થયો સિઝનનો 100 ટકા વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને અંબાલાલ પટેલે વરસાદને લઈ શું કરી છે આગાહી?


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 10:50:27

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !

મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

– આદિલ મન્સૂરી


ગુજરાતમાં મસ્ત મજાની વરસાદી મોસમ જામી છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં વરસાદી મહેર વરસાદી કહેર સાબિત થઈ રહ્યો છે. જિલ્લાઓમાં અનેક ઘણો વરસાદ વરસી ગયો છે ત્યારે હજી પણ હવામાન વાદળોથી ભરપૂર જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસો દરમિયાન પણ મેહુલો લોકોને ભિંજાવશે એટલે કે વરસાદી જોર યથાવત રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

આ જગ્યાઓ પર જોવા મળશે મેઘમહેર 

સપ્ટેમ્બરની શરૂઆત થતાં મેહુલો ફૂલ ફોમમાં દેખાઈ રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ 100 ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં 100 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આજે અનેક જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર તેમજ દ્વારકારમાં વરસાદનું જોર વધારે જોવા મળી શકે છે. આ ત્રણ જગ્યાઓ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. 


સપ્ટેમ્બર મહિનામાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!  

અનેક વખત સાંભળ્યું હશે કે ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો છે. જૂન તેમજ જુલાઈ મહિનામાં વરસાદે શરૂઆત સારી કરી હતી પરંતુ ઓગસ્ટ મહિનો આવતા આવતા વરસાદનું જોર ઘટી ગયું હતું જેને કારણે ઓગસ્ટ મહિનામાં ના બરાબર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસેલા સારા વરસાદે ખેડૂતોમાં આશા જગાડી કે તેમનો પાક નિષ્ફળ નહીં જાય. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. અનેક જિલ્લાઓમાં તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 


વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી પણ સચોટ માનવામાં આવે છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ લોકો જો વરસાદની આગાહીને લઈ વિશ્વાસ કરતા હોય તો તે અંબાલાલ પટેલની આગાહી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના માટે આગાહી કરતા કહ્યું હતું કે આ મહિનામાં પૂર આવશે. ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલી આગાહી મુખ્યત્વે સાચી સાબિત થઈ છે. ત્યારે આવનારા દિવસો દરમિયાન માટે પણ તેમણે આગાહી કરી છે.  દરિયા કિનારા વાળા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે જેને કારણે બનાસકાંઠા, કચ્છ, જામનગર તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે